વડોદરા: વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટ્સમાં ભાડેથી રહેતા પિતા-પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની પરિવારમાં શોક છવાઈ ગયો છે. ઘટનાનો પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મૃતક ચિરાગને તેના પત્નિ સાથે મનમેળ ન હતો જેથી થોડા સમય અગાઉ તેના છૂટાછેડા થયા હતા અને તે તેમની દિકરી સાથે ફલેટમાં રહી પોતાનું જીવન ગુજારી રહ્યાં હતાં. સમગ્ર ઘટનાને લઈને પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
લગ્નજીવનમાં ચાલતો હતો વિવાદ: મૃતક ચિરાગને તેમની પત્ની સાથે વિવાદ ચાલતો હતો અને ત્યારબાદ છૂટાછેડા પણ લીધા હતા,દિકરી ચિરાગ સાથે રહેતી હતી, પરંતુ કોઈ કારણોસર આજે સવારે તેમણે ઝેર પિવડાવી દીકરીને અને ત્યારબાદ તેમણે પણ આપઘાત કરી લીધો હતો, હાલ પોલીસની તપાસ ચાલુ છે. હજી કઈ શંકાસ્પદ વસ્તુ કે સુસાઈટ નોટ મળી નથી. પરંતુ પરિવારજનોના નિવેદનને આધારે આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે.
શહેરમાં હાલ આપધાતનો સિલસીલો યથાવત: આપઘાત કરવાથી જીવનની કોઈ સમસ્યા દૂર થતી નથી. પરંતુ આપઘાત બાદ પરિવારની સ્થિતિ શુ ? ત્યારે કોઈ પણ વાતનુ સમાધાન થાય કે ન થાય પરંતુ આપઘાત એ જીવનનો છેલ્લો રસ્તો નથી. કયારેક મન ભટકે અથવા ચિંતામાં હોય તો તમે તમારા પરિવારજનો કે મિત્રો સાથે વાત શેર કરીને મનને હળવું કરો પરંતુ, આપઘાત કરશો તો તમારો પરિવાર રખડી પડશે.
પોલીસે નિવેદન નોંધવાની કરી શરૂઆત: વડોદરાના ભાયલીમાં ધી ફલોરન્સ ફલેટમાં પિતા-પુત્રીએ આપઘાત કરી લેતા આસપાસના પાડોશીમાં શોકની લાગણી છવાઈ હતી. મૃતક ચિરાગના છૂટાછેડા થતા તેમની દિકરી સાથે તે રહેતો હતા. કોઈ અગમ્ય કારણોસર તેને પોતાની જિંદગી ટૂંકાવી દેવાનો વિચાર આવતા તેને પહેલા દિકરીને ઝેર પીવડાવ્યુ અને ત્યારબાદ તેમણે ઝેર પી આપઘાત કરી લીધો હતો. તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. પરિવારજનો તેમજ આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે અને પોલીસે મોબાઈલ ફોન પણ જપ્ત કરી તપાસ હાથધરી છે.