ETV Bharat / state

આદર્શ સરપંચનું ઉદાહરણ : પાણીની તંગી વચ્ચે બન્યા તારણહાર બન્યા બેહ ગામના પ્રવિણ ગઢવી - Ideal Sarpanch

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેહ ગામના પ્રવીણ ગઢવીએ આદર્શ સરપંચનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામમાં પાણીની તંગી સર્જાતા ગામના સરપંચે પોતાની વાડીએ ઉનાળુ પાક વાવવાના બદલે માનવીય અભિગમ અપનાવ્યો અને પોતાની વાડીમાં આવેલ કુવામાંથી ગામમાં પાણી વિતરણ શરૂ કર્યું છે. example of an ideal sarpanch

આદર્શ સરપંચનું ઉદાહરણ
આદર્શ સરપંચનું ઉદાહરણ (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 1, 2024, 2:07 PM IST

પાણીની તંગી વચ્ચે બન્યા તારણહાર બન્યા બેહ ગામના પ્રવિણ ગઢવી (ETV Bharat Reporter)

દેવભૂમિ દ્વારકા : આકરા ઉનાળા વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના ગામના સ્થાનિક જળ સ્ત્રોતમાં પાણી ઓછા કે ખાલી થઈ ગયા છે. હાલ ઉનાળો હોવાથી મોટાભાગના બોર, કુવા, તળાવ અને ડેમોમાં પાણી તળીયે છે અથવા સમાપ્ત થઈ ગયું છે. પચાસ ટકાથી વધુ ગામો નર્મદાના પાણી આધારિત હોવાથી નર્મદાના પાણીની માંગ વધે છે.

પાણીની વિકટ સમસ્યા : કેટલીક વાર ફોલ્ટ થતા કલાકો સુધી પાણી પુરવઠો ખોરવાઈ જાય છે. તેમજ વિજકાપ આવે ત્યારે અથવા ત્યાંથી પાણી આવ્યા પછી સ્થાનિક ગામોના પંપોમાં પણ વીજ પુરવઠો બંધ થતાં કલાકો સુધી પાણીની લાઇન બંધ રહેતા લોકોને પરેશાની થાય છે. આવી જ પાણીની જરૂરિયાત અને મુશ્કેલી ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં સર્જાઈ રહી છે.

બેહ ગામમાં પાણીની તંગી : આ અંગે બેહ ગામના અગ્રણી અને જુંગીવારા ધામ અન્નક્ષેત્ર ટ્રસ્ટના ચેરમેન વેરશીભાઈ માયાણીએ જણાવ્યું હતું કે, ચાર હજારની વસ્તી ધરાવતા બેહ ગામમાં સુપ્રસિદ્ધ જુંગીવારા ધામ આવેલું છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં દર્શનાર્થે આવતા હોવાથી ત્યાં અન્નક્ષેત્ર કાર્ય પણ ચાલુ હોય છે. તેમજ ગામની ગૌશાળા તેમજ પશુ-ઢોર અને લોકોને પીવાના પાણીની જરૂરિયાત ઊભી થતી જોવા મળી રહી છે.

સ્વખર્ચે પાણી પૂરું પાડ્યું : હાલ ગામમાં પાણીના સ્ત્રોત ઘટતા ગામ નર્મદા પાણી આધારિત થયું છે. પરંતુ 10 થી 15 દિવસે એકવાર પાણી મળી રહ્યું છે અને મુશ્કેલી પડી રહી છે. ત્યારે બેહ ગામના યુવા સરપંચ પ્રવીણભાઈ મોમાયાભાઈ ગઢવીએ ઉનાળુ પાકની પિયત કરવાના બદલે ગામથી ચાર કિલોમીટર દૂર પોતાની વાડીએથી સ્વખર્ચે ગામમાં પાણીની જરૂરિયાત પૂરી કરી છે.

આદર્શ સરપંચનું ઉદાહરણ : આ સંદર્ભે સરપંચે પોતાના ખર્ચે બોર અને કુવામાંથી પાણી પૂરું કરવાની વ્યવસ્થા હાથ ધરી છે. આ ઉમદા કાર્ય કરવા બદલ સરપંચ પ્રવીણભાઈએ માનવતાવાદી અભિગમ અપનાવી આ ઉમદા કાર્ય કરી ગ્રામજનોને તેમજ ગૌશાળામાં પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી એક ઉમદા કાર્ય કરી એક મિશાલ ઊભી કરી હતી.

  1. વિશ્વ પરિવાર દિવસ નિમિત્તે 25 સભ્યોના ચોક્સી પરિવારને મળો, જૂનાગઢમાં સંયુક્ત કુટુંબનું આદર્શ ઉદાહરણ
  2. આદર્શ લોકસેવકનું ઉત્તમ ઉદાહરણ : ઉમરાળાના સરપંચ ધર્મેન્દ્ર હેજમ, સ્વખર્ચે દોડાવે છે વિકાસની ગાડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.