સાબરકાંઠાઃ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઇ હતી. જેમાં સાબરડેરીના ચેરમેન પદે શામળ પટેલને સતત ચોથીવાર રિપીટ કરાયા છે, તો વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલની બિનહરીફ વરણી કરાઈ છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો ની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં યોજાઈ પુર્ણ થઈ હતી. ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની સાબરકાંઠા જિલ્લાના ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાઇ હતી ત્યારે સાબર ડેરીના બોર્ડ રૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણીમાં સાબરડેરીના વર્તમાન ચેરમેન શામળ પટેલને ફરી એકવાર ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરાઈ છે, તો બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી સાબરડેરી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સાબર ડેરીના ચેરમેન શામળ પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં સાબર ડેરીના પશુપાલકોના હિત માટે તમામ નિર્ણયો લેવા છે.
શામળ પટેલ સતત ત્રીજીવાર બન્યા ચેરમેનઃ આમ આજે ચેરમેન પદ માટે શામળ પટેલ અને વાઈસ ચેરમેન પદ માટે ઋતુરાજ પટેલનું એક એક ફોર્મ ભરાયું હતું. જેના કારણે ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બીન હરિફ વરણી કરાઈ હતી. સાબરડેરીના નિયામક મંડળની માર્ચ 2024 માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 15 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે એક સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી ગુંચમાં હતી. જોકે અત્યાર સુધી બંને જિલ્લામાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી. જેનું આજે ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ તમામ અટકળોનો અંત આવ્યો છે. સાબર ડેરીના ચેરમેન પદે શામળ પટેલ સતત ત્રીજીવાર સાબર ડેરીનું સુકાન સંભાળ્યું છે. જોકે વાઇસ ચેરમેન પદ પર ચૂંટાઈ આવેલા ઋતુરાજ પટેલ પ્રથમવાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા હતા અને પ્રથમ ટર્મમાં જ તેઓની પદ પર બિન હરીફ વરણી કરવામાં આવી છે.