ETV Bharat / state

નકલી નોટોની હેરાફેરી, દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડતો ઇસમ ઝડપાયો - Manipulation of fake currency notes - MANIPULATION OF FAKE CURRENCY NOTES

નકલી ચલણી નોટો અર્થતંત્ર માટે એક મોટી સમસ્યા છે. જે ભારત સહિત વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થાને અસર કરે છે. નકલી ચલણી નોટો માત્ર લોકોને આર્થિક નુકસાન જ નથી પહોંચાડતી પણ બ્લેક માર્કેટિંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ ફાળો આપે છે. વધુ એકવાર પોલીસે બજારમાં નકલી નોટો ઘુસાડી દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડતા ઇસમને ઝડપી લીધો હતો., MANIPULATING FAKE CURRENCY NOTES AT ALLPAD

ઓલપાડ પોલીસે નકલી નોટોની હેરાફેરી કરતો ઇસમ ઝડપી પાડ્યો
ઓલપાડ પોલીસે નકલી નોટોની હેરાફેરી કરતો ઇસમ ઝડપી પાડ્યો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 13, 2024, 2:35 PM IST

ઓલપાડ પોલીસે નકલી નોટોની હેરાફેરી કરતો ઇસમ ઝડપી પાડ્યો (ETV Bharat Gujarat)

ઓલપાડ: ઓલપાડ પોલીસ મથકના મહિલા પીએસઆઇ એસ.એન ચૌધરી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે ઓલપાડના પરા વિસ્તારથી ઓલપાડ તરફ આવતા મેઈન રોડ ઉપર સેના ખાડીના બ્રિજ પાસે અલ્તાફ દીવાન નામનો ઇસમ જેણે વાદળી કલરનો શર્ટ અને ભૂરા ક્લરનું પેન્ટ પહેરેલ છે. તે કથ્થઈ કલરના લેધર બેગમાં નકલી ચલણી નોટો લઇને આવી રહ્યો છે. અને ઓલપાડ બજારમાં નકલી નોટો વટાવવાની ફિરાકમાં છે. ત્યારબાદ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી.

નકલી નોટોની હેરાફેરી કરતો ઇસમ ઝડપાયો
નકલી નોટોની હેરાફેરી કરતો ઇસમ ઝડપાયો (ETV Bharat Gujarat)

નકલી નોટો સાથે એક ઇસમ ઝડપાયો: બાતમીના આધારે વોચમાં રહેલ ઓલપાડ પોલીસે બાતમી વર્ણન મુજબનો ઇસમ આવતા જ તેણે દબોચી લીધો હતો. અને તેઓનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ અલ્તાફ અહેમદ દીવાન (ઉ.42) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલ બેગ ચેક કરવામાં આવતા બેગમાંથી 100ના દરની 97 નોટો મળી આવી હતી, જે નોટો સાચી છે કે ખોટી એ તપાસ કરવા સાયન્ટીફિક ઓફિસરની મદદ લેવાઇ હતી. જેમાં આ તમામ 97 નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે નકલી નોટો, મોબાઈલ, બેગ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રુપિયા 100ના દરની નકલી નોટો
રુપિયા 100ના દરની નકલી નોટો (ETV Bharat Gujarat)

ઝડપાયેલ ઇસમ જાતે નોટો છાપતો: નકલી નોટો સાથે ઝડપાયેલ ઇસમ અલ્તાફ અહેમદ દીવાન જાતે નોટો છાપતો હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી નકલી નોટો છાપવાનું મટીરીયલ ક્યાંથી લાવ્યો, કેટલી નકલી નોટો અત્યાર સુધીમાં માર્કેટમાં આપી, અન્ય કેટલા ઈસમો સંડોવાયેલા છે, અગાઉ કોઈ ગુનાના શામેલ છે કે નહિ. એ દિશામાં તપાસ હાથ ધરી છે.

  1. તહેવાર પહેલાં રાજકોટ મનપાનું ફૂડ વિભાગ જાગ્યું, ૩૯ સ્થળે ચેકિંગ, 28ને ફટકારી નોટિસ - food department cheacking
  2. કમીશનની લાલચ આપીને લોકો પાસેથી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ, 13 આરોપીની સાયબર ક્રાઈમે કરી ધરપકડ - Ahmedabad cyber crime

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.