ETV Bharat / state

કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત: ભચાઉમાં વહેલી સવારે 2.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો - Earthquake in Kutch - EARTHQUAKE IN KUTCH

કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારના 10:19 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. આજે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. Earthquake in Kutch

કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારના 10:19 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે.
કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારના 10:19 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. (ETV bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2024, 3:42 PM IST

કચ્છ : કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારના 10:19 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.સવારના 10:18 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો: વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે સવારના 10:19 કલાકે 2.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ ભચાઉથી 9 કિલોમીટર નોર્થ - ઈસ્ટમાં નોંધાયો છે.

ભચાઉની ફોલ્ટલાઈન વિસ્તારમાં નોંધાયો આંચકો: ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે.પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે.આજે સવારે ફરી પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તાર પાસે આંચકો અનુભવાયો હતો.

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય: કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. દિલ્હીના તાપમાનમાં વિસંગતી !!! પહેલીવાર તાપમાન 52 ડિગ્રીને પાર જ્યારે સાંજે ઝરમર વરસાદ - 52 degrees mungeshpur
  2. કેરળમાં બે દિવસ પહેલા ચોમાસાનું આગમન, અનેક શહેરોમાં થશે ભારે વરસાદ: હવામાનની વિભાગની આગાહી: - keral weather forcast update

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.