જૂનાગઢ: આજે દશેરાનું પાવન પર્વ સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યુ છે ત્યારે આજે વિવિધ શસ્ત્રોના પૂજનની પણ સનાતન ધર્મમાં એક પરંપરા આદિ અનાદિકાળથી ચાલતી આવે છે. આજે જુનાગઢમાં આવેલી સપ્તક સંગીત વિદ્યાલયમાં સંગીતના વાદ્યોનું પૂજન કરીને અલગ રીતે દશેરાના પાવન પર્વની ઉજવણી સંગીતના સાધકો દ્વારા કરવામાં આવી હતી.
દશેરા નિમિત્તે સંગીતના વાદ્યનું પૂજન: આજે દશેરાનો તહેવાર સમગ્ર દેશમાં અસત્ય પર સત્યના વિજય રૂપે મનાવવામાં આવી રહ્યો છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનું પણ ખૂબ ધાર્મિક મહત્વ જોવા મળે છે. આજના દિવસે શસ્ત્ર પૂજનને પણ મહત્વના પ્રસંગ તરીકે જોડવામાં આવ્યો છે ત્યારે આજે જુનાગઢમાં શસ્ત્ર પૂજનની સાથે સંગીતના વાદ્યનું પૂજન પણ પાછલા કેટલાક વર્ષોની પરંપરા અનુસાર થઈ રહ્યું છે. જુનાગઢની સપ્તક સંગીત વિદ્યાલયમાં આજે સુર અને સંગીતના સાધકો દ્વારા સંગીતના વાદ્યોનું પૂજન કરાયું હતું. જેમાં સનાતન ધર્મની પરંપરા અનુસાર વાદ્યને પૂજવામાં આવ્યા હતા.
સપ્તક સંગીત વિદ્યાલયમાં થયું આયોજન: સપ્તક સંગીત વિદ્યાલયમાં આજે દશેરા પર્વના અવસરે સંગીતના સાધકો અને જેમની પાસેથી સંગીતના સાત સૂરોનું જ્ઞાન સંગીતના ઉપાસકો મેળવી રહ્યા છે. આ તમામ લોકોએ એક સાથે મળીને આજે હાર્મોનિયમ, તબલા, ગિટાર, સંતુર, ઢોલક વગેરેને કુમકુમ તિલક કરીને પુષ્પોથી વધાવીને અનોખી રીતે દશેરા પર્વની ઉજવણી કરી હતી. સંગીતના સાધકો દ્વારા વર્ષ દરમિયાન સંગીતના વાદ્યનો સહારો લઈને સંગીત કલામાં મહારત પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. તેને ધ્યાને રાખીને આજે વિશેષ પ્રકારે સંગીતના મોટા ભાગના દેશી વાદ્યનું દશેરા નિમિત્તે પૂજન કરીને અનોખી રીતે સુર અને સંગીતના સાધકોએ દશેરા પર્વની સંગીતમય ઉજવણી કરી હતી.
આ પણ વાંચો: