બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. જ્યારે વાવ, થરાદ, સુઈગામ, ધાનેરા, ડીસા, સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જો કે ડીસા-ધાનેરા રોડ પર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા હતા. જ્યારે નેશનલ હાઇવે નંબર 168માં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સવારથી જ કાળાડિબાંગ વાદળો સાથે વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ખેતી માટે આ વરસાદી માહોલ આશીર્વાદરૂપ બન્યો હતો.
નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા: જ્યારે બીજી બાજુ થરાદ વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે રસ્તાઓ તેમજ અનેક સરકારી કચેરીઓમાં વરસાદી પાણી ભરાયા હતા. છેલ્લા ઘણા સમયથી વરસાદ બંધ થતા થરાદ, વાવ, સુઈગામ વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક લોકો વરસાદની રાહ જોઈને બેઠા હતા. વહેલી સવારથી જ વાવ, થરાદ, સુઈગામ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદની શરૂઆત થવાની સાથે જ ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે બીજી બાજુ થરાદ શહેરમાં રસ્તા ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
પાણી ભરાતા વાહનો બંધ પડ્યા: ધાનેરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા બજારમાં ધૂટણસમાં પાણી એ નદીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂનું બસ સ્ટેન્ડ બેટમાં ફરવાયું હતું. બીજી તરફ જનસેવા કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા હતા. અનેક દુકાનના ઓટલા સુધી અને પાલિકા રોડ પર પાણી ભરાયા હતા. તુલસી નગર અને કૈલાસ સોસાયટીમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બીજી તરફ મેધારાજની મહેરબાની થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ: બાજરી અને મગફળી જેવા પાકને નવજીવન મળ્યું હતું. વરસાદ આવતા ખુશીનો માહોલ છે ત્યારે બીજી બાજુ નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વાવ તાલુકાના રાછેણા ગામના સરપંચ કિરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લા સહિત વાવ, થરાદ, સુઈગામમાં લોકો છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે વાવણીલાયક વરસાદ થતાં સમગ્ર પંથકમાં ખેડૂતો તેમજ પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.