રાજકોટ: ચોમાસાની સિઝન ચાલી રહી છે તે પહેલા તંત્ર દ્વારા ચોમાસાના વાતાવરણને ધ્યાનમાં લઇ પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે આ પ્રિમોન્સૂન કામગીરીમાં રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રમોશન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. જેમાં વરસાદ બાદ પાણીનો ભરાતા હતા રસ્તાઓ ઉપર એક કિલોમીટર જેટલા લાંબા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
જો કે અહીંયા સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, અગાઉ પણ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હોવાની ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે આ મામલે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ અહીંયાની સમસ્યાનો તંત્ર નિરાકરણ નથી લાવતો જેના કારણે વેપારીઓને વેપારમાં પણ અસર પડી રહ્યો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે, ત્યારે આ મામલે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.
સામાન્ય રીતે વરસાદની સિઝન પહેલા તંત્ર દ્વારા જે વિસ્તારમાં પાણી ભરાતા હોય, ગટર ઉભરાતી, હોય રસ્તાના પ્રશ્ન હોય કે પછી ગંદકી ફેલાતી હોય તે જગ્યા ઉપર પ્રમોશનની કામગીરી કરી અને સાફ-સફાઈ તેમજ વરસાદ પહેલાની પાણી ન ભરાય તેમજ ગંદકી ન ફેલાઈ કે અન્ય કોઈપણ પ્રકારની સમસ્યા કે મુશ્કેલી ન સર્જાય તે માટેની પ્રમોશનની કામગીરી કરવામાં આવતી હોય છે. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં તંત્ર દ્વારા પ્રીમોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની વાતો થઈ રહી છે, પરંતુ આ અંગે વર્તમાન પરિસ્થિતિ કઈ અલગ જ જોવા મળી રહી છે કારણ કે અહીંયા વરસાદ બાદ છેલ્લા ઘણા સમયથી પાણી ભરાવાના કારણે વાહનોની લાઈનો લાગે છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.
ધોરાજી નગરપાલિકા તંત્રની પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ ઘટાડો ઉભરાવાની ફરિયાદ તેમજ રસ્તાના અને ગંદકીના બાબતોને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયા પણ અહેવાલ દર્શાવી રહી છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું તેવી પણ સ્થાનિક લોકોએ રાવ કરી છે અને તંત્ર પ્રત્યે રોજ પ્રગટ કર્યો હતો.