ETV Bharat / state

વડોદરા જિલ્લામાં મેઘ મહેર: રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની વધુ ૩ કોલમ મેદાનમાં ઉતારી - Army deployed due to heavy rain - ARMY DEPLOYED DUE TO HEAVY RAIN

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અનેક સ્થળે પુરની સ્થિતિ સર્જાઈ છે. સરકારે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી માટે સેનાની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. પૂરગ્રસ્ત વડોદરા જિલ્લામાં રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની વધુ ત્રણ કોલમ ઉતારવામાં આવી છે. તથા NDRF- SDRFની વધુ એક એક ટીમ ફાળવાઇ છે. હાલમાં આર્મીની કુલ- 7, NDRFની 5 અને SDRFની 6 ટીમો સેવારત છે. Army deployed due to heavy rain

પૂરગ્રસ્ત વડોદરા જિલ્લામાં રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની વધુ ત્રણ કોલમ ઉતારવામાં આવી છે
પૂરગ્રસ્ત વડોદરા જિલ્લામાં રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની વધુ ત્રણ કોલમ ઉતારવામાં આવી છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2024, 6:51 PM IST

ગાંધીનગર: રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ સામે લડવા તંત્ર સજ્જ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતત રાહત બચાવ કામગીરી કરી રહી છે. વડોદરા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદમાં અનેક જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે આર્મીની વધુ ત્રણ કોલમ, એનડીઆરએફ ની એક તથા એસડીઆરએફની એક ટીમ રેસ્ક્યું માટે ફાળવવામાં આવી છે. આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની ચાર કોલમ, એનડીઆરએફની ચાર તથા એસડીઆરએફની પાંચ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે એમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

કયા અને કેટલા વિસ્તાર અસરગ્રસ્ત છે? રાજ્યમાં પૂરગ્રસ્ત જિલ્લામાં સેના તૈનાત કરવામાં આવી છે. વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં આર્મીની કોલમ ડિપ્લોય કરાઈ છે. ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની ૬ કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે.

  1. જુનાગઢ અને સોમનાથમાં આજે અને આવતી કાલે વરસાદનું રેડ એલર્ટ!, કલેકટરે લોકોને સાવચેત રહેવા કરી અપીલ - junagadh weather update
  2. વડોદરામાં સતત ત્રીજા દિવસે પાણીમાં ગરકાવ: શહેરીજનોમાં પાાણી સાથે મગરનો ડર - rain update in vadodara

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.