ETV Bharat / state

રાજકોટ RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ એક અઠવાડિયાથી બંધ: 3000 લાયસન્સ અરજીઓ પાછી ઠેલાઈ, જાણો શું છે કારણ... - Rajkot RTO closed

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2024, 10:05 AM IST

રાજકોટમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. જેમાં રાજકોટ આરટીઓમાં પણ ઘણા વૃક્ષો ધરાશાઈ થતા “ રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટીફીકેશન કેમેરાને“ નુકસાન થયું છે. જેથી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક એક અઠવાડિયાથી બંધ છે. જાણો સંપૂર્ણ વિગતો..., Rajkot RTO closed

રાજકોટ RTO
રાજકોટ RTO (Etv Bharat Gujarat)

રાજકોટ: રાજકોટમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. ત્યારે શહેરની RTO કચેરીમાં લોકો જ્યાં પોતાનું પાકું લાયસન્સ કઢાવવા માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જાય છે તે ટ્રેક ઉપર પણ ઘણા વૃક્ષો પડી ગયા હતા. જેથી “ રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટીફીકેશન કેમેરાને“ નુકસાન થયું હતું. તેમજ ભારે પવનના કારણે કેમેરાના વાયર પણ ખેંચાઈ ચૂક્યા છે જેનું રિપેરિંગ કરવા માટે સમય લાગતા એક અઠવાડિયું ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો છે. એટલે કે, ગત બુધવારથી તારીખ 4 સપ્ટેમ્બરના બુધવાર સુધી પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાય તેમ નથી. જેને કારણે ૩ હજારથી વધુ જેટલા લોકોને પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની અરજી પેન્ડિંગ પડી રહી છે.

ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ફરી શરુ કરાશે: તો આ અંગે રાજકોટ RTO અધિકારી કેતન ખપેડેએ જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લાના લોકોને જણાવવાનું કે આરટીઓ રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક તારીખ 4 સપ્ટેમ્બરના બુધવાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક બંધ રહેવાનો છે. જ્યારે તારીખ 5 સપ્ટેમ્બરના ગુરૂવારથી ટ્રેક પૂર્વવત શરૂ કરવામાં આવશે, તેવું જાહેર કરાયું છે. જોકે, તેને લીધે પાકું લાયસન્સ કઢાવવા માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલ અહીં પડી ગયેલા વૃક્ષો ટ્રેક પરથી દૂર કરવામાં આવ્યા છે. વૃક્ષો પડી જતા કેમેરાના વાયરો ખેંચાઈ ગયા છે, જેને લીધે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થવામાં સમય લાગી રહ્યો છે.

તેમણે અગાઉ જણાવ્યું હતું કે, 29 થી 31 મી ઓગસ્ટ અને તારીખ 2 સપ્ટેમ્બરના રોજ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના ટેસ્ટની કામગીરી ભારે વરસાદ અને પવનના કારણે બંધ કરવામાં આવી હતી. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર થયેલ નુકસાનના લીધે ટેકનિકલ કારણોસર લાયસન્સની કામગીરી બંધ થઈ છે. તેમજ તમામ એપોઇન્ટમેન્ટ પાછળના દિવસોમાં રી શેડયુલ કરી આપવામાં આવ્યા છે.

3 હજારથી વધુ અપોઈન્ટમેન્ટ રી શેડયુલ: નોંધનીય છે કે, પવન અને વરસાદને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, જેને લીધું કેમેરાને પણ નુકસાન પહોંચ્યું છે. જે કેમેરાનું રિપેરિંગ ન થાય ત્યાં સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રાખવામાં આવશે. જેને કારણે એક અઠવાડિયામાં 3 હજારથી વધુ અપોઈન્ટમેન્ટ રી શેડયુલ કરવામાં આવેલી છે. આ સાથે જ હાલ કોઈ વ્યક્તિને પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટ લેવી હોય તો 15 દિવસ બાદની મળે છે. જેને લીધે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ટ્રાફિક નિયમનો ભંગ કરનારને દંડ: રાજકોટ RTO કચેરી દ્વારા વર્ષ 2024ના ઓગસ્ટ માસ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. જેમાં 1,445 જેટલા ગુનાહિત વાહનોના કેસ કરવામાં આવેલા છે. જેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. ઓગસ્ટ માસમાં જે વાહનો સામે દંડ કરવામા આવ્યો છે, તેમાં રૂ. 50,32,908 જેટલો દંડ કરવામા આવ્યો છે. રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા વાહન ચાલકો સામે RTO કચેરી દ્વારા ડ્રાઇવ ગોઠવવવામાં આવે છે અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરો દંડ પણ ફટકારવામાં આવે છે.

  1. ખેડામાં વરસાદનો બીજો રાઉન્ડ, ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ - Rain Update Kheda
  2. નવસારી પૂરના પાણી ઓસરતા લોકોનું જીવન થાળે તો પડ્યું પણ મુશ્કેલી યથાવત - flood and heavy rain in Gujarat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.