ETV Bharat / state

પાટણમાં ડો.આંબેડકરની જન્મ જયંતિની ઉલ્લાસપૂર્વક ઉજવણી, શહેરમાં અનેક સ્થળે કાર્યક્રમો - Dr ambedkars birth anniversary - DR AMBEDKARS BIRTH ANNIVERSARY

સમગ્ર રાજ્યમાં ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણમાં પણ વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો, લોકસભા બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અને સામાજિક તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી.

પાટણમાં ડો.આંબેડકરની જન્મ જયંતિની ઉલ્લાસપૂર્વક ઉજવણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 14, 2024, 4:31 PM IST

Updated : Apr 14, 2024, 8:27 PM IST

પાટણમાં ડો.આંબેડકરની જન્મ જયંતિની ઉલ્લાસપૂર્વક ઉજવણી

પાટણ: બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. પાટણમાં અનુસૂચિત જાતિ એકતા મંચ નવસર્જન ટ્રસ્ટ સમાનતા વિચાર મંચ સહિત વિવિધ સંગઠનો દ્વારા આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.

પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સ્થાપિત કરાયેલ આંબેડકરની પ્રતિમાને પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત ભાજપના આગેવાનો કાર્યકરોએ પ્રતિમાને માલદાર પણ કરી ડોક્ટર આંબેડકર અમર રહોના નારા લગાવ્યા હતા. જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે, ગરીબ અને સામાન્ય વર્ગના માણસો કેવી રીતે વધુ આગળ આવી શકે તેવા ધ્યેય સાથેનું કામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું હતું. ડોક્ટર આંબેડકરના વિચારોને હૃદયમાં રાખીને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે.

પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે જિલ્લા કોંગ્રેસના કાર્યકરો સાથે આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. ચંદનજીએ જિલ્લાવાસીઓને આંબેડકર જન્મ જયંતીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે નિર્મલા સીતા રમણના પતિએ બંધારણ ખતરામાં છે તેવી વાત કરી છે. ત્યારે ફરીવાર જો ભારતીય જનતા પાર્ટી સરકારમાં આવશે તો બાબા સાહેબે તૈયાર કરેલું બંધારણ ચોક્કસ ખતરામાં આવશે. હાલમાં જે રીતે જૂઠું બોલવું અને જોરથી બોલવું તે પ્રમાણેની રાજનીતિ ચાલી રહી છે ત્યારે બંધારણ ક્યાંકને ક્યાંક ખતરામાં ધકેલાઈ રહયુ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

  1. આજે આંબેડકર જયંતિ, જાણો શા માટે તેમના જન્મદિવસ પર સમાનતા દિવસ ઉજવવામાં આવે છે - Ambedkar Jayanthi 2024
  2. વિશ્વનું સૌથી લાંબુ અને સૌથી મોટું બંધારણ આપણું, આજે દેશ ઉજવી રહ્યો છે સંવિધાન દિવસ

Last Updated : Apr 14, 2024, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.