હૈદરાબાદ: દિવાળીનો પાંચમો દિવસ એટલે કે નવું વર્ષ. જેને આપણે બેસતું વર્ષ તરીકે પણ ઓળખીએ છીએ. આજથી ગુજરાતીઓના વિક્રમ સવંત 2081ના નવા વર્ષની શરૂઆત થાય છે. પરિણામે આજે 2 નવેમ્બર, શનિવારથી શરૂ થતાં વિક્રમ સવંત નવા વર્ષની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ જોવા મળશે. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને નવા વર્ષની શુભકામનાઓ આપતા અભિવાદન આપ્યું છે કે, "નવા વર્ષના રામ રામ !" આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું છે કે, "આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ….!! નૂતન વર્ષાભિનંદન !"
નવા વર્ષના રામ રામ !
— Narendra Modi (@narendramodi) November 2, 2024
આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક…
આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆત ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિરે દર્શન કરીને કરી છે. તેમણે સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી બધાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. જેમાં તેમણે લખ્યું છે કે, "ગુજરાતના સૌ નાગરિકો અને વિશ્વભરમાં વસતા ગુજરાતી પરિવારોને નૂતન વર્ષની હાર્દિક શુભકામના."
તમને વધુમાં લખ્યું કે, "નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિનો આનંદ લઈને આવે તેવી પ્રાર્થના કરું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'વિકસિત ભારત@ 2047'નું વિઝન દેશવાસીઓને આપ્યું છે. આવો, નૂતન વર્ષના પ્રારંભે વિકસિત ગુજરાતના નિર્માણ દ્વારા આ વિઝનને પરિપૂર્ણ કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ."
ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ..!
— CMO Gujarat (@CMOGuj) November 2, 2024
આવો, વિક્રમ સંવત 2081ના મંગલમય પ્રારંભે વિકસિત ભારત @ 2047ના લક્ષ્યને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ. pic.twitter.com/ixQZrBnru3
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સાઇટ X પર પણ શુભકામનાઓ પાઠવી છે જ્યાં તેમણે લખ્યું છે કે, "ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ..! આવો, વિક્રમ સંવત 2081ના મંગલમય પ્રારંભે વિકસિત ભારત @ 2047ના લક્ષ્યને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ."
આ ઉપરાંત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગુજરાતવાસીઓને દિવાળીની શુભલામનાઓ પાઠવી છે.
આ પણ વાંચો: