ETV Bharat / state

Rajkot Crime: ધોરાજી નગરપાલિકામાં થયો "ભ્રષ્ટાચાર" ! સત્તાધિશો-અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કોર્ટનો આદેશ - DHORAJI CORRUPTION CASE

વર્ષ 2017-18 માં થયેલ ભ્રષ્ટાચાર કેસમાં ધોરાજી કોર્ટે ધોરાજી નગરપાલિકાના સત્તાધિશો, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવાનો હુકમ કર્યો છે. જાણો સમગ્ર મામલો

ધોરાજી નગરપાલિકામાં થયો "ભ્રષ્ટાચાર"
ધોરાજી નગરપાલિકામાં થયો "ભ્રષ્ટાચાર" (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2024, 9:10 PM IST

રાજકોટ : ધોરાજી નગરપાલિકાના વર્ષ 2017-18 ના પ્રમુખો, ચીફ ઓફિસર, એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સહિત લોકો સામે ધોરાજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેઓના પર આરોપ હતો કે, તેઓએ શહેરમાં સરકારી કામમાં નબળી ગુણવત્તાનો માલ વાપરી ભ્રષ્ટાચાર કરી પોતાની જવાબદારી ફરજો અને કામગીરી અંગે યોગ્ય કામગીરી કે કાર્યવાહી નથી. આ કેસમાં તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવા ધોરાજી કોર્ટે હુકમ ફરમાવ્યો છે.

વર્ષ 2017-18 માં ભ્રષ્ટાચારનો મામલો : આ કેસની વિગત અનુસાર વર્ષ 2017-18 માં ધોરાજીમાં સરકાર દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. તે વખતે ધોરાજી નગરપાલિકા તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સત્તાધિશો, કોન્ટ્રાક્ટર્સ અને ટાટા કન્સલ્ટન્સી દ્વારા નિરીક્ષણની કામગીરી કરવામાં આવી હતી. આ તમામ અધિકારીઓ-સત્તાધીશોએ મીલીભગત કરી ખૂબ જ નબળી ગુણવત્તાની કામગીરી કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું હતું.

ધોરાજી નગરપાલિકામાં થયો "ભ્રષ્ટાચાર" ! (ETV Bharat Gujarat)

જાગૃત નાગરિકે કરી ફરિયાદ : આ બાબતોને ધ્યાને લઈને ફરિયાદી એડવોકેટ ચંદુભાઈ એસ. પટેલે આ કામગીરી કરનારા તમામ જવાબદારો સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ વિભાગે કોઈ નક્કર કામગીરી ન કરતા ફરિયાદીએ ધોરાજી કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં આરોપીઓ પર ફરજમાં બેદરકારી દાખવી સરકારી નાણાંની ઉચાપત થાય અને જાહેર જનતાની સુખાકારી જોખમાય તેવું કૃત્ય કરવાનો આરોપ કર્યો હતો.

સત્તાધિશો, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે ફરિયાદ : આ ફરિયાદમાં પ્રતિભા ઈન્ડસ્ટ્રીઝ થ્રુ ચેતનભાઈ પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા બોર્ડના બલદાણીયા, ધોરાજી નગરપાલિકાના તત્કાલીન મુખ્ય અધિકારી આર.સી. દવે, તત્કાલીન પ્રમુખ બટુકભાઈ કંડોલીયા, સંજયભાઈ માવાણી, નગરપાલીકાના એન્જીનીયર મોણપરા, મધુરમ કન્ટ્રકશન કંપનીના વિમ્પલભાઈ વઘાસીયા, મેટલ રોડ બનાવનાર કોન્ટ્રાકટર વગેરે સામેલ હતા.

ફરિયાદી એડવોકેટની રજૂઆત : આ બાબતમાં ફરિયાદીએ જણાવ્યું કે, જે તે વખતના ભાજપના ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયાએ પણ આ કામગીરીનો વિરોધ કર્યો હતો. પરંતુ બાદમાં ગમે તે કારણોસર તેમણે વિરોધ કરવાનું બંધ કર્યું હતું. આ ફરિયાદ ધોરાજી કોર્ટમાં દાખલ થતા કોર્ટ ફરિયાદીનું નિવેદન નોંધી અને રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા હતા. આ સાથે હાલમાં પણ રોડ-રસ્તા ખરાબ છે તે હકીકતને પણ ધ્યાને લઈ તમામ જવાબદારો વિરુદ્ધ જાહેર જનતાની સુખાકારી ધ્યાને લેવાની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવી હોવાનું પ્રથમ દર્શનીય માન્યું હતું.

IPC કલમ-166 તથા 166(એ) નોંધાઈ : ધોરાજી કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ-166 તથા 166(એ) મુજબ ગુનો આગળ ચલાવવા હુકમ કર્યો છે. આ કેસમાં આ હુકમ થતા રોડ રસ્તાના ભ્રષ્ટાચારનું ભૂત ફરી ધુણ્યું હોવાની ચર્ચા શરુ થઈ છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ સંજય વાઢેર રોકાયેલા હતા. જેમાં ફરિયાદી ચંદુભાઈ એસ. પટેલની સાથે ધોરાજીમાં ઉદ્ભવેલી સમસ્યા, તકલીફો અને ગંભીર બાબતોને ધ્યાને લઈને વકીલ મંડળના સભ્યોએ પણ સાથ સહકાર આપ્યો છે.

નિર્દોષ છૂટવા આરોપીઓએ કર્યા નબળા પ્રયાસ : ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી જે તે સમયની ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાની કામગીરીને લઈને અનેક રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આ અંગે અરજદારો દ્વારા ધોરાજી સબ ડિવિઝનલ કોર્ટમાં Cr.P.C. કલમ 133 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓએ એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને પોતાની જાતને નિર્દોષ ઠરાવવા માટે પ્રયત્ન કર્યો હતો, પણ કોર્ટમાં કાંઈક બીજુ જ થયું.

શહેરનું નિરીક્ષણ અને કામગીરીની થયો રિપોર્ટ : પરંતુ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટે ધોરાજી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર મારફતે ધોરાજી શહેરનું ઇન્સ્પેક્શન કરવા કહ્યું હતું. સર્કલ ઓફિસરને આરોપીઓએ કાયદેસરની પોતાની ફરજ નિભાવી નથી અને સાથે જ અન્ય પુરાવા ધ્યાને લઈને તેઓએ વ્યવસ્થિત કામ કરેલ નથી તેનો પણ રિપોર્ટ આપ્યો હતો. આ મામલામાં તમામને જવાબદાર માની વર્ષ 2017 ના રોજ હુકમ કરેલ અને ધોરાજી પોલીસ ઇન્સ્પેકટરને હુકમનું ઉલ્લંઘન થઈએ IPC અન્વયે કાર્યવાહી કરવા માટેનો પણ હુકમ કરેલી હતો.

તત્કાલીન ધોરાજી નાયબ કલેકટરની પણ સંડોવણી : આ મામલાને લઈને ધોરાજી નાયબ કલેકટરને અરજી આપવા છતાં પણ કોઈ તટસ્થ તપાસ કર્યા વગર પોતાના મળતિયા એન્જિનિયરના સર્ટીફીકેટ ફોન પર ચર્ચા કરી મેળવી ગુનાહિત કૃત્ય આચાર્ય હોવાની પણ જે તે સમયે માહિતી સામે આવી હતી. આ મામલામાં સૌ કોઈએ મિલીભગતથી સરકારી નાણાં દ્વારા થતા જાહેર કામમાં ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કર્યું હોવાનું સામે આવ્યું હતું.

ઉચ્ચ અધિકારીથી વડાપ્રધાન સુધી પહોંચી ફરિયાદ : આ નબળી ગુણવત્તાના કામોને કારણે ભૂતકાળમાં અકસ્માત તેમજ અનેક દૂર્ઘટના પણ બની હોવાનું તથા એક અકસ્માતની ઘટનામાં એક નિર્દોષ વ્યક્તિનો જીવ પણ ગયો હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. જે અંગેની પણ કાર્યવાહી ચાલી હતી. આ બાબતમાં વર્ષ 2017 માં રેલી સ્વરૂપે અંદાજે 100 જેટલા વ્યક્તિઓ દ્વારા આ મામલે સમર્થન કરી જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી અરજી રૂપી ફરિયાદ આપી હતી.

ધોરાજી પોલીસે કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ : આ બાબતમાં રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક, રાજકોટ મુખ્ય પોલીસ અધિકારી એન્ટી કરપ્શન બ્યુરો, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર નવી દિલ્હી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ વિજિલન્સ કમિટી ચેરમેન કલેકટરને લેખિતમાં ફરિયાદ મોકલી હતી. જે અંગે ધોરાજી પોલીસે તેમનું નિવેદન નોંધી આરોપીઓએ આચરેલ ગુના અંગે માહિતી પણ લખાવી હતી. પરંતુ ધોરાજી પોલીસે તેઓની ફરિયાદ નોંધાવી આગળની કોઈપણ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ છે.

  1. રાજકોટ મનપા કરોડોના વેરાની ઉઘરાણી માટે દોડ્યું, સૌરાષ્ટ્ર યુનિ.એ શું કહ્યું...
  2. રાજકોટ PGVCL કર્મચારીઓ સુતા હોય તેવો વીડિયો વાયરલ, તપાસના આદેશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.