ETV Bharat / state

ધરમપુરના પૂર્વ ધારાસભ્યએ કર્યા "પુન:લગ્ન", 60 વર્ષની ઉંમરે ફરીથી સંસાર માંડતા બન્યા "ટોક ઓફ ધ ટાઉન" - MLA Ishwar Patel remarried - MLA ISHWAR PATEL REMARRIED

વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલે ત્રીજા લગ્ન કરતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે ધારાસભ્યએ પોતે પ્રથમ પત્નીના નિધન બાદ જીવનમાં એકલતા અનુભવતા હોવાથી ફરીથી સંસાર માંડ્યો હોવાનું જણાવ્યું હતું. Former MLA Ishwar Patel third marriage

ધરમપુરના પૂર્વ ધારાસભ્યએ કર્યા "પુન:લગ્ન"
ધરમપુરના પૂર્વ ધારાસભ્યએ કર્યા "પુન:લગ્ન" (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2024, 9:07 AM IST

વલસાડ : ધરમપુર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલે જીવનની ઢળતી સંધ્યાએ પુન:લગ્ન કર્યા છે. ધારાસભ્યએ પોતે પ્રથમ પત્નીના નિધન બાદ જીવનમાં એકલતા અનુભવતા હોવાથી ફરીથી સંસાર માંડ્યો હોવાનું જણાવ્યું હતું.

પૂર્વ ધારાસભ્યએ પુન:લગ્ન કર્યા : ધરમપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના જાણીતા આગેવાન એવા ઈશ્વરભાઈ ઢેઢાભાઈ પટેલે ગુરુવારના રોજ વાંસદા ખાતે આવેલ કોર્ટમાં સિવિલ મેરેજ કર્યા હતા. જે બાદ નજીકમાં આવેલ મહાદેવ મંદિરમાં વિધિવત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ સમગ્ર વિડિયો અને કેટલાક ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં તેમણે મુકતા અનેક લોકોએ તેમને શુભેચ્છા આપી હતી.

ધરમપુરના પૂર્વ ધારાસભ્યએ કર્યા "પુન:લગ્ન" (ETV Bharat Gujarat)

ત્રીજીવાર લગ્ન કર્યા : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા ઈશ્વરભાઈ પટેલે ઉંમરની ઢળતી સાંજે 60 વર્ષની ઉંમરે સતત ત્રીજીવાર લગ્ન કરતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમની પ્રથમ પત્નીનું બીમારીના કારણે નિધન થયું હતું. જે બાદ તેમણે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ કોઈ કારણસર આ લગ્ન સંબંધ પણ બહુ લાંબો ટક્યો નહીં. બાદમાં તેમણે છૂટા થઈ જવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ તેઓ એકલવાયું જીવન વ્યતીત કરી રહ્યા હતા. ગુરૂવારના રોજ તેમણે ત્રીજીવાર લગ્ન કર્યા છે.

અટગામના કોલવાડ ફળિયામાં નવું સાસરું : ઈશ્વરભાઈ પટેલ ગુરૂવારના રોજ ત્રીજી વાર લગ્નગ્રંથીમાં જોડાયા હતા. જેમણે પોતાનું નવું સાસરુ વલસાડના અટગામને બનાવ્યું છે. અહીં કોલવાડ ફળિયામાં રહેતા ઓપિનાબેનને પોતાની ધર્મપત્ની તરીકે સ્વીકાર કર્યો છે. આ બંને પરિવારના સભ્યો સાથે મળી વાંસદા ખાતે કોર્ટમાં સિવિલ મેરેજ કર્યા બાદ મંદિરમાં વિધિવત રીતે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

60 વર્ષે ફરીથી સંસાર માંડ્યો
60 વર્ષે ફરીથી સંસાર માંડ્યો (ETV Bharat Gujarat)

એકલવાયું જીવન જીવતા ઈશ્વર પટેલ : આ સમગ્ર બાબતે ETV Bharat સાથે વાતચીત કરતા ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે, તેમની પ્રથમ પત્નીના અવસાન બાદ તેમજ દ્વિતીય પત્ની સાથે મનમેળ ન બેસતા તેઓ છેલ્લા કેટલાક સમયથી એકલવાયું જીવન વ્યતીત કરી રહ્યા હતા. તેમના આ જીવનમાં ભરેલો ખાલીપાને દૂર કરવા માટે મિત્રોએ તેમને ફરીથી લગ્ન કરવાનું સૂચવ્યું હતું. જે બાદ તેમણે પણ લગ્ન કરવાનું મન બનાવી લીધા બાદ આખરે ગુરૂવારના રોજ ત્રીજા લગ્ન કર્યા હતા.

પૂર્વ પત્નીનું નિધન : વલસાડના ધરમપુર વિધાનસભામાં વર્ષ 2012માં તેઓ ધારાસભ્ય તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. તે સમયે તેમના પ્રથમ પત્ની કેન્સર જેવી બીમારીથી પીડાતા હતા. લાંબી સારવાર ચાલી અને તે બાદ તેમની પત્નીનું મોત થયું હતું. જે બાદ તેમણે પારડી ખાતે અન્ય એક મહિલા સાથે લગ્ન કર્યા, પરંતુ તેની સાથે મનમેળ ન બેસતા ફરીથી તેમણે એકલા રહેવાનું પસંદ કર્યું હતું.

"ટોક ઓફ ધ ટાઉન" : ઈશ્વરભાઈ પટેલે 60 વર્ષની ઉંમરે ત્રીજી વખત લગ્ન કરતા સમગ્ર બાબત હાલ તો વલસાડ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. બીજી તરફ તેમના સમર્થકો અને ચાહકો અને મિત્ર વર્તુળ દ્વારા તેમને લગ્નજીવનની શુભેચ્છાઓ ટેલીફોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી રહી છે. આમ 60 વર્ષની ઢળતી સંધ્યાએ ત્રીજા લગ્ન કરતા સમગ્ર બાબત પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

  1. ભારતીય ક્રિકેટરોના વિવાદાસ્પદ પ્રેમ-પ્રકરણ, છૂટાછેડા પછી કોની સાથે વિતાવે છે જીવન?
  2. શું મનુ ભાકર નીરજ ચોપડા સાથે લગ્ન કરશે? સ્ટાર શૂટરના પિતાએ પહેલીવાર તોડ્યું મૌન...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.