ETV Bharat / state

"આ રક્ષાબંધન બનશે ખાસ" પોસ્ટ વિભાગે તૈયાર કર્યા રંગબેરંગી ડિઝાઇનર અને વોટરપ્રુફ રાખડી કવર - Raksha Bandhan 2024 - RAKSHA BANDHAN 2024

રક્ષાબંધનના તહેવારમાં એક સ્થાનેથી બીજા સ્થાને રાખડી મોકલવા માટે પોસ્ટ વિભાગ સેવાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. ત્યારે ભારતીય ડાક વિભાગ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વિશેષ વોટરપ્રુફ કવર તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં બહેનો ભાઈ માટે આખા ભારતમાં રાખડી મોકલી શકશે. Post Department waterproof rakhi cover

પોસ્ટ વિભાગ વોટરપ્રૂફ રાખડી કવર બનાયા
પોસ્ટ વિભાગ વોટરપ્રૂફ રાખડી કવર બનાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 3, 2024, 7:42 PM IST

Updated : Aug 3, 2024, 9:24 PM IST

પોસ્ટ વિભાગે તૈયાર કર્યા રંગબેરંગી ડિઝાઇનર રાખડી કવર (ETV Bharat Reporter)

બનાસકાંઠા : હવે રક્ષાબંધનના તહેવાર નિમિતે બહેનો પોસ્ટ દ્વારા ડિઝાઇનર કવરમાં લાડકવાયા ભાઈ માટે રાખડી મોકલી શકશે. આ માટે ભારતીય ડાક વિભાગ દ્વારા ખાસ રાખડી કવર તૈયાર કરવામાં આવ્યા છે. ભારતભરમાં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે ઉજવાશે. આ માટે ટપાલ વિભાગે ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા રંગબેરંગી ડિઝાઇનર રાખડી કવર તૈયાર કરવામાં આવ્યા છે.

રંગબેરંગી ડિઝાઇનર રાખડી કવર : આ ખાસ રાખડી કવર ઉત્તર ગુજરાત ક્ષેત્રના અમદાવાદમાં અમદાવાદ જીપીઓ, નવરંગપુરા એચપીઓ અને રેવડી બજારની હેડ પોસ્ટ ઓફિસ તેમજ મુખ્ય પોસ્ટ ઓફિસ અને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની પસંદગીની સબ પોસ્ટ ઓફિસોમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જોકે, પાલનપુર ડિવિઝનમાં હાલમાં 2 હજાર જેટલા વિશેષ રાખડી ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જે ડિવિઝનમાં આવતી પોસ્ટ ઓફિસોમા વેચાણ અર્થે વિતરણ કરાયા છે.

ભારતીય ડાક વિભાગની પહેલ : બહેનો હાલમાં મુખ્ય પોસ્ટ ઓફીસ પાલનપુર ખાતે આ વિશેષ રાખડી કવર ખરીદવા આવી રહી છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી ડિઝાઇનર કવર 11× 22 સેમી કદના બનાવાયા છે. આ કવરની કિંમત માત્ર ₹10 જ રખાઈ છે જે પોસ્ટે જ કોઈપણ શુલ્ક સિવાય છે. આ રાખડી કવર પર ઈન્ડિયા પોસ્ટના લોગો અને રક્ષાબંધન ઈમેજ સાથે ડિઝાઈન કરવામાં આવ્યા છે.

વિશિષ્ટ ડિઝાઇનને કારણે, તે અન્ય મેઇલમાંથી સૉર્ટ કરવામાં અને 'રક્ષાબંધન' તહેવાર પહેલાં વિતરણ કરવામાં મદદ મળશે. એટલે કે, આધુનિક યુગમાં પણ આજેય પોસ્ટ વિભાગનું એટલું જ મહત્વ જોવા મળી રહ્યું છે. પોસ્ટ વિભાગ તરફથી તૈયાર કરેલ રાખડી કવર બહેનો દ્વારા ખરીદવામાં આવી રહ્યા છે અને રક્ષાબંધન પહેલા ભાઈઓને રાખડીઓ મોકલવા માટે બહેનો પણ તૈયારીમાં લાગી ગઈ છે.

  1. Brother Sister Become Judge : આગ્રામાં પ્રથમ પ્રયાસે ભાઈ-બહેન બન્યા જજ, પિતા એટા જિલ્લાના નિવૃત જજ
  2. Raksha Bandhan: જો તમે આજે રક્ષાબંધન ઉજવવા માંગતા હોવ તો જાણો આજના શુભ મુહૂર્ત વિશે!

Last Updated : Aug 3, 2024, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.