હૈદરાબાદ: દર વર્ષની જેમ આ વર્ષ પણ હૈદરાબાદ-સાયબરાબાદ ગુજરાતી એસોસિએશન દ્વારા 'દાંડિયા રમઝટ 2024'નું આયોજન કરવામાં આવ્યું છે. હૈદરાબાદમાં વસતા હજારો ગુજરાતીઓ પોતાની સાચી સંસ્કૃતિ, મુલ્યો અને પરંપરાગત ગરબા અને નવરાત્રીનું મહત્વ સમજી શકે અને આ પાવન પર્વે માતાજીની આરાધના કરી શકે તેવા ઉમદા હેતુથી મિયાપુર સ્થિત નરેન કોન્વેન્શન હોલ ખાતે ગરબા કાર્યક્રમનુ આયોજન કરાયું છે.
CGA દ્વારા ગરબાનું આયોજન: સાયબરાબાદ ગુજરાતી એસોસિએશન (CGA) સંસ્થા દ્વારા સતત 12માં વર્ષે પણ ધામધૂમથી નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબાનો લ્હાવો લેવા માટે હૈદરાબાદમાં દરેક વિસ્તારોમાં વસતા ગુજરાતીઓ અચુક ભાગ લેવા પહોંચે છે અને આ ગરબે ઘુમીને નવરાત્રીના પાવન પર્વની રંગેચંગે ઉમંગભેર આરાધના કરે છે.
સૌ કોઈનો પ્રિય તહેવાર: 'દાંડિયા રમઝટ 2024' એ નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન હૈદરાબાદમાં વસતા ગુજરાતી લોકો માટે આયોજિત કરાતો એક સાંસ્કૃતિક મહોઉત્સવ છે, જે હૈદરાબાદના સાયબરાબાદમાં યોજવામાં આવે છે, હવે નવરાત્રિનો તહેવાર અહીં વસતા સૌ કોઈનો પ્રિય તહેવાર બની ગયો છે. જેમાં નાના-મોટા સૌ કોઈ ઉત્સાહભેર ભાગ લે છે.
દાંડિયા રમઝટ 2024: CGA સંસ્થા પહેલા ગરબાનું આયોજન એક નાના ગ્રાઉન્ડ ખાતે કરતા હતાં પરંતુ ધીરે ધીરે માણસોની સંખ્યા વધતી હોવાને કારણે તેઓ છેલ્લા બે વર્ષથી મિયાપુર સ્થિત નરેન કોન્વેન્શન હોલ ખાતે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. 'દાંડિયા રમઝટ 2024'માં લોકો ધુમધામથી ઉત્સાહ ભેર ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. અહીં જતા આપણે ગુજરાતમાં પ્રવેશી ગયા હોય તેવો અનુભવ થાય છે. અહીં ગુજરાતની પરંપરાગત સ્વાદિષ્ટ વાનગીના સ્વાદનો લ્હાવો પણ માણી શકો છો.
આ પણ વાંચો: