ETV Bharat / state

ખાખીજાળીયા ગામે નવનિર્માણ પામી રહેલ આંગણવાડી, બનીને શરૂ થાય તે પહેલા જ વરસાદે ભ્રષ્ટાચારની પોલ છતી કરી - constructed Anganwadi

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 4, 2024, 6:53 PM IST

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે નવનિર્માણ પામી રહેલી આંગણવાડીમાં શરૂ થાય તે પહેલા જ વરસાદથી પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તેને પગલે સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવાયા છે. જુઓ આ અહેવાલમાં.

Etv Bharatઆંગણવાડીમાં ભ્રષ્ટાચારની પોલ
Etv Bharatઆંગણવાડીમાં ભ્રષ્ટાચારની પોલ (Etv Bharat)

આંગણવાડીમાં ભ્રષ્ટાચારની પોલ (Etv Bharat Gujarat)

રાજકોટ: ઉપલેટા તાલુકાના બીજા નંબરના સૌથી મોટા ગામ એવા ખાખીજાળીયા ગામે નવનિર્માણ પામી રહેલી આંગણવાડીના બિલ્ડિંગમાં આંગણવાડીનું કામ પૂર્ણ થાય અને નવી આંગણવાડી શરૂ થાય તે પહેલા જ વરસાદ આવતાની સાથે નબળી કામગીરીની પોલ છતી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ખાખીજાળીયા ગામમાં નવનિર્માણ પામી રહેલી આ આંગણવાડી કેન્દ્રના ઈમારતમાં ભ્રષ્ટાચાર થયો હોય અને નબળી ગુણવત્તા તેમજ હલકુ કામ કરવામાં આવ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે.

અહીંયા જોવા મળેલ દ્રશ્યો અને વાસ્તવિક સ્થિતિ પરથી પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે અને કહી શકાય છે કે અહીંયા આંગણવાડી શરૂ થાય તે પહેલા જ ચોમાસાના વરસાદે તંત્ર અને જવાબદાર એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નબળું પરિણામ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. અહીંયા પહેલા જ વરસાદની અંદર વરસાદ આવ્યા બાદ અહીં આંગણવાડીમાં પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે ખાખી જાળીયા ગામના લોકો માટે અને તેમની સુખાકારી માટે બની રહેલ આ આંગણવાડીમાં નબળું અને હલકું કામ થયું હોય તેવું સામે આવ્યું છે જેથી સ્થાનિકો દ્વારા અહીંયા બની રહેલી આંગણવાડીની કાયદેસરની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ અંગે ઉપલેટા તાલુકા પંચાયતના સદસ્ય અને સ્થાનિક રહેવાસી એવા ભરતભાઈ સુવાએ જણાવ્યું છે કે, ખાખી જાળિયા બની રહેલ આંગણવાડીમા જે છે તે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર થયો છે તે પણ અહીં સ્પષ્ટ રીતે દેખાય છે ત્યારે આ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય ત્યારે સરકાર દ્વારા આવડી મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવી હોય તો આ પૈસાનો દૂર ઉપયોગ થાય છે અથવા કોઈ મળતીયાઓ આ પૈસાનો ભ્રષ્ટાચાર કરે છે. જે મળતીયાઓ આવો ભ્રષ્ટાચાર કરતા હોય અને જેમને આ પ્રકારનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આજે નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે તે કામ વ્યવસ્થિત કરવો જોઈએ કારણ કે અહીંયા બાળકોનું ભવિષ્ય છે.

વધુમાં જણાવ્યું છે કે, અત્યારે જ જો બાળકીના ભવિષ્ય સાથે આ પ્રકારની ચેડા થાય તો સામાન્ય નાગરિક આમ માટે શું કરે કારણ કે આવી કામગીરી થતી હોય તો લોકોનું સાંભળે કોણ ? કોઈ સાંભળશે નહીં તો આ બાળકોનું ભવિષ્ય ક્યાં જઈને ઊભું રહેશે ? આ બાળકો કઈ લાઈન પર જઈને ઉભા રહેશે તેના માટે આ બાબતમાં જે કોઈ અધિકારી કે પદાધિકારી કે જેમની અંડરમાં આ કામ આવતું હોય તે તમામ દ્વારા આ બાબતને ગંભીરતાથી જોવે અને તેમના ઉપર એક્શન લેવામાં આવે અને તે અંગેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને સાથે જ આ બાબતમાં જે કોઈ જવાબદાર હોય તેમના બીલો તાત્કાલિક અસરથી અટકાવી દેવા જોઈએ તેવું જણાવ્યું હતું.

ઉપલેટા તાલુકાના આ ખાખીજાળીયા ગામમાં નવનિર્માણ પામી રહેલી આંગણવાડીના બીજા પણ વિવાદો ખૂલે તેવી શક્યતાઓ સામે આવી રહી છે પરંતુ હાલ તો ચોમાસામાં પહેલા પડેલા વરસાદે નવનિર્માણ પામી રહેલી અને આંગણવાડી શરૂ થાય તે પહેલા જ જે તે જવાબદાર એજન્સી તંત્ર દ્વારા કેવા પ્રકારનું કામ અને પરિણામ આવશે તેની ઝલક ચોક્કસપણે દેખાડી દીધી છે ત્યારે આવતા ભવિષ્યમાં આ આંગણવાડી કેન્દ્રમાં કોઈ મોટી દુર્ઘટના કે વરસાદના પાણી કે અન્ય કોઈપણ ઋતુમાં સમસ્યા કે અકસ્માત સર્જાશે તો બાળકોના ભવિષ્યનો શું થશે તેવી ચિંતાઓ સાથે સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી અને આ મામલે તાત્કાલિક અસરથી યોગ્ય અને કડક કાર્યવાહી કરી જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને લોકોના સુખાકારી માટે બની રહેલી આંગણવાડીનું પુનઃ યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી માંગ કરી છે.

  1. ઉપલેટામાં કોલેરાના સંભવિત કેસ બાદ આરોગ્ય વિભાગ દ્વારા 71,518 લોકોના આરોગ્યની તપાસ, લોકોમાં જાગૃતતા લાવવા પત્રિકા વિતરણ - Health operations in Rajkot

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.