જામનગર: જામનગર શહેરમાં કોર્પોરેશનમાં છેલ્લા 2 દાયકાથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને વિકાસની વાતો કરતી મહાનગર પાલિકામાં હાલ વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર અને ધીમી ગતિના કામોના આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે, ત્યારે આજે જામનગર વિપક્ષ દ્વારા શહેરના મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી યોજાય તે પહેલા વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી નહીં પરંતુ સેટિંગ કમિટી- વિપક્ષ: જેમાં વિપક્ષ દ્વારા સત્તાધારી પક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 'જામનગર મહાનગર પાલિકામાં અને તેને લગતી તમામ શાખામાં ભ્રષ્ટાચાર થાય છે. જામનગરમાં વિકાસના કામો માટે જે નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવે છે, તે ખરેખર સ્ટેન્ડિંગ કમિટી નહીં પરંતુ સેટિંગ કમિટી છે. જામનગર કોર્પોરેશન રોડ-રસ્તા, ભૂગર્ભ, આરોગ્ય, આંગણવાડી સહિતના કામોમાં ભ્રષ્ટાચાર કરે છે. ત્યારે આ તંત્રને જગાડવા માટે અમે આ વિરોધ નોંધાવીએ છીએ.'
સત્તાધારી પક્ષે આપ્યો હાસ્યાસ્પદ જવાબ: બીજી તરફ આ મામલે સત્તાધારી પક્ષ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે, આ બાબતે અમારી પાસે કોઈ લેખિત રજૂઆત કરશે તો તેની ચકાસણી કરીશું અને સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈ પણ વ્યક્તિ ACB શાખાનો સંપર્ક કરી શકે છે તેવા હાસ્યાસ્પદ જવાબ આપ્યા હતા.
કેમ વિપક્ષ દ્વારા છાશવારે કરવામાં આવે છે વિરોધ? પરંતુ વાસ્તવિક વાત એ છે કે, જામનગર મહાનગર પાલિકામાં છેલ્લા 25-25 વર્ષથી ભાજપનું શાસન ચાલે છે અને પારદર્શક વહીવટ થઈ રહ્યો છે તેવું સત્તાપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ તો આ તમામની વચ્ચે જામનગર શહેરની પ્રજા પિસાતી હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: