ETV Bharat / state

ભાવનગરમાં કોંગ્રેસ કાર્યકરોનો સંવાદ કાર્યક્રમ: જાણો શું થઇ નેતાઓ વચ્ચે વાતચીત - Congress dialogue programme

author img

By ETV Bharat Gujarati Team

Published : May 20, 2024, 8:04 PM IST

Updated : May 21, 2024, 9:48 AM IST

લોકસભા ચૂંટણીના પરિણામ હજુ બાકી છે તેના પહેલા કોંગ્રેસે કમરકસી લીધી છે. કોંગ્રેસ ઈમાનદાર અને મજબૂત બુથ કાર્યકારની શોધમાં લાગી છે. શક્તિસિંહ ગોહિલે મતદાન પહેલાની ટ્રાયલને લઈને ગંભીર બાબત જણાવી છે. જેનીબેન ઠુમરે સરસ્વતી કોપાયમાન થયા તેમ ભાજપ માટે આકરા શબ્દો પ્રયોગ કર્યા છે. જાણો કોંગ્રેસ કાર્યકર સવાંદમાં શુ શુ બોલ્યા બે નેતાઓ.Congress dialogue programme

ભાવનગરમાં કોંગ્રેસ કાર્યકરોનો સંવાદ કાર્યક્રમ: જાણો શું થઇ નેતાઓ વચ્ચે વાતચીત
ભાવનગરમાં કોંગ્રેસ કાર્યકરોનો સંવાદ કાર્યક્રમ: જાણો શું થઇ નેતાઓ વચ્ચે વાતચીત (etv bharat gujarat)

ભાવનગર: લોકસભાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે પરિણામ પહેલા જ કોંગ્રેસ દ્વારા કાર્યકરોનો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમરેલીના ઉમેદવાર જેનીબેન સહિત સ્થાનિક જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સંવાદ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે પક્ષની નબળી કડી દર્શાવી, પરંતુ તો આ નબળાઈઓને દૂર કરવામાં આવશે તો 2027માં સરકાર આવશે તેવી વાત સામે મૂકી હતી.

સ્થાનિક પૂર્વ નેતાઓ અને હાલના કોંગ્રેસ કમિટીના નેતાઓએ હાજરી આપી હતી
સ્થાનિક પૂર્વ નેતાઓ અને હાલના કોંગ્રેસ કમિટીના નેતાઓએ હાજરી આપી હતી (etv bharat gujarat)

સવાંદ કાર્યક્રમ યોજાયો: ભાવનગરના શિવ શક્તિ હોલ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક પૂર્વ નેતાઓ અને હાલના કોંગ્રેસ કમિટીના નેતાઓએ હાજરી આપી હતી. ચૂંટણી લડ્યા હોય તેવા નેતાઓ અને નવા કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમરેલી બેઠકના ઉમેદવાર જેનીબેન ઠુંમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પક્ષની અંદરની નબળાઈઓને લઈને શક્તિસિંહ ગોહિલે મંચ ઉપરથી કાર્યકરોને પ્રોત્સાહન કર્યા હતા. જ્યારે જેનીબેન ઠુમરે પણ પોતાનો પક્ષ મૂક્યો હતો.

ચૂંટણી લડ્યા હોય તેવા નેતાઓ અને નવા કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
ચૂંટણી લડ્યા હોય તેવા નેતાઓ અને નવા કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. (etv bharat gujarat)

સરસ્વતી કોપાયમાન થયા: કોંગ્રેસના કાર્યકરોના યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેનીબેન ઠુમરે મંચ ઉપરથી જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ ચૂંટણીના ત્રણ મહિના પહેલા તમને ટિકિટ આપવામાં આવે તે વિશે પૂછવામાં આવે, તો પહેલા વિચારવું પડે છે. કારણ કે 100 માંથી 99 જણ એવી વાત કરે કે, આ વાતાવરણમાં ચૂંટણી લડવા જાવ તો 26 ઉમેદવાર જરૂર હાંસીપાત્ર બને આવી સ્થિતિ અને વાતાવરણ ત્રણ મહિના પહેલા હતું. એવામાં અચાનક પુરષોત્તમભાઈના મુખે સરસ્વતી બેઠા હતા, પણ કોપાયમાન થઈ ગયા. જો કે ભાજપના નેતાઓના મુખે સરસ્વતી છે, પણ હવે તે કોપાયમાન થયા છે. એટલે વાતાવરણ બદલાયું, વડાપ્રધાને પણ જે રીતે વાતો કરી અને વાતાવરણ બદલાયું, એ લોકો ધ્યાનમાં લેશે કે નહિ આ આપણા કોંગ્રેસના કાર્યકરોના મનમાં આશંકા છે, પરંતુ હું એવી માનતી નથી અને કદાચ લોકો પણ એવું માનતા નથી.

લોકસભા ચૂંટણીના પરિણામ હજુ બાકી છે તેના પહેલા કોંગ્રેસે કમરકસી લીધી છે
લોકસભા ચૂંટણીના પરિણામ હજુ બાકી છે તેના પહેલા કોંગ્રેસે કમરકસી લીધી છે (etv bharat gujarat)

શક્તિસિંહ ગોહિલ- "મેં મારો સ્વાર્થ જતો કર્યો": કાર્યકરોના સંવાદના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મંચ ઉપરથી કહ્યું હતું કે, "આપણી ગુજરાતમાં પાસેથી 26 બેઠકમાંથી ગુજરાતમાં કુલ ચાર બેઠકો માગવામાં આવી હતી. તેમાં ભાવનગર ભરૂચ અને અન્ય બે બેઠક હતી. જેમાં જે આમ આદમી પાર્ટી એ માંગતા આપવામાં આવે તો સમાધાન થાય, ગઠબંધન તૂટે એટલે સમગ્ર નિર્ણય હાઈકમાન્ડ ઉપર છોડી દીધો હતો. જો કે મને એમ થાય કે મારું ભાવનગર મારો ગઢ અને મારો સિમ્બોલ મારી પાસે રહેવો જોઈએ. આમ છતાં મેં નિસ્વાર્થ ભાવે હાઈકમાન્ડ ઉપર નિર્ણય છોડ્યો. પરંતુ પાછી વાત એવી આવે કે ચંડીગઢની બેઠક કોંગ્રેસને આપે અને દિલ્હીની સાતમાંથી ત્રણ કોંગ્રેસને આપે અને ગુજરાતની બે બેઠક આપને આપવામાં આવે તો સમાધાન થાય ત્યારે મને એમ થયું કે, ઇન્ડિયા ગઠબંધન તૂટે તેના કરતા નિસ્વાર્થ ભાવે ટિકિટ આપવી જોઈએ, કારણ કે આ મુઠ્ઠીભર લોકોને માલામાલ કરી રહ્યા છે. અને દેશની પ્રજા પરેશાન છે એટલે મેં મારો સ્વાર્થ જતો કર્યો.

જેનીબેન ઠુમરે સરસ્વતી કોપાયમાન થયા તેમ ભાજપ માટે આકરા શબ્દો પ્રયોગ કર્યા છે
જેનીબેન ઠુમરે સરસ્વતી કોપાયમાન થયા તેમ ભાજપ માટે આકરા શબ્દો પ્રયોગ કર્યા છે (etv bharat gujarat)

2027માં કોંગ્રેસની સરકાર હશે: કોંગ્રેસના સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મંચ ઉપરથી જણાવ્યું હતું કે, ઇવીએમ મશીનમાં કોઈ ગરબડ કરી શકે તેમ નથી, જો આપણે જૂથમાં મજબૂત રહીએ તો બુથ ઉપર ટ્રાયલ રન થાય. જે સવારે સાત વાગે મતદાન હોય તો 90 મિનિટ પહેલા એટલે કે 5.30 કલાકે થાય, જેથી બધા પક્ષ આવે ત્યારબાદ પ્રિસાઇડિંગ ઓફિસર શરૂ કરે, પરંતુ તેઓ 15 મિનિટ રાહ જોવે છે. જેમાં 50 -50 મત નાખીને ટ્રાયલ કરવામાં આવે છે, હવે એમાં 50 ભાજપને નાખી દે અને કોઈ રોકનાર ન હોય તો? આપણો બુથ એજન્ટ ત્યાં પહોંચતો જ નથી. આપણે બૂથ કાર્ય ઉપર મજબૂત નથી. આથી કોણ બેસવાનું છે? બેસનાર પાસે નિયમની ચોપડી કે જ્ઞાન છે? દરેક બુથ ઉપર આ બધી બાબતો ઉપર ધ્યાન દેવું પડશે. બુથ ઉપર આપણે નબળા છીએ. મને બુથ માટે મજબૂત કાર્યકર શોધી આપો, હું બૂથ ઉપર ટ્રેનિંગ આપીશ. હું દાવા સાથે કહું છું મને તમે કાર્યકર શોધી આપો 2027માં કોંગ્રેસની સરકાર હશે.

  1. EDએ 2 જૂન પછી કેજરીવાલની 14 દિવસની ન્યાયિક કસ્ટડીની કરી માંગ, કોર્ટમાં અરજી દાખલ કરી - ED Seek Judicial Custody
  2. કોટરી ભટ્ટી કેસમાં મોટો નિર્ણય, POCSO કોર્ટે બંને દોષિતોને ફાંસીની સજા ફટકારી - Bhilwara Gangrape Case

Last Updated : May 21, 2024, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.