વ્યારા : લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું છે. જેમાં રાજ્યની તમામ બેઠકો પર મતદારો મત આપવા લાઇનોમાં ઊભા રહી ગયાં છે. ત્યારે ચૂંટણી જંગમાં મેદાને ઊતરેલા વિવિધ પક્ષોના અને અપક્ષ લડી રહેલા ઉમેદવારો માટે પણ આજે મોટો દિવસ છે. વાત કરીએ બારડોલી લોકસભા બેઠક પરના મતદાનની. કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ સવારના સમયમાં જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો હતો.
કોંગ્રેસના ઉમેદવાર પિતા સાથે મતદાન કરવા પહોંચ્યાં : બારડોલી લોકસભા બેઠક પર પણ સવારથી મતદારો ગરમીથી બચવા મતદાન કરી દેવા આવતાં જોવા મળી રહ્યાં હતાં. જેમાં કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીએ સહપરિવાર મતદાન મથકે આવીને મતદાન સંપન્ન કર્યું હતું. સિદ્ધાર્થ ચૌધરી તેમના પિતા અમરસિંહ ચૌધરી, માજી સાંસદ રહી ચૂક્યાં છે તેમની સાથે મતદાન મથકે પહોંચ્યાં હતાં. તેમણે વ્યારા તાલુકાના જેસિંગપૂરા ગામની પ્રાથમિક શાળા ખાતે જઈ મતદાન કર્યું હતું.
મતદાનની અપીલ : બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ તેમના પિતા સાથે મતદાન મથક ખાતે જઈ મતદાન કર્યું હતું. મતદાન કર્યાં બાદમાં તેમના દ્વારા લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે અપીલ કરવામાં આવી હતી.
સીધી ટક્કર જામી : બારડોલી લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર જામી છે. ત્યારે આજે 7 મેના રોજ મતદાન શરૂ થતાંની સાથે મતદારો મતદાન મથક ખાતે પોહચી રહ્યા છે. ત્યારે બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ તેમના પિતા અને માજી સાંસદ અમરસિંહ ચૌધરી સાથે વ્યારા તાલુકાના જેસિંગપૂરા ગામની પ્રાથમિક શાળા ખાતે જઈ મતદાન કર્યું હતું અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.