ETV Bharat / state

કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન જમ્મુ કશ્મીરને અશાંતિ અને આતંકવાદના યુગમાં ધકેલવા માંગે છે - ભુપેન્દ્ર પટેલ - CM Gujarat On NC and Congress - CM GUJARAT ON NC AND CONGRESS

ગુજરાતના મુખ્યમંત્રીએ જમ્મુ કાશમીરમાં નેશનલ કોન્ફરન્સ પાર્ટી સાથેના કોંગ્રેસના ગઠબંધન પર સવાલો કરતા આકરા પ્રહાર કર્યા હતા. તેમણે શું કહ્યું આવો જાણીએ... - CM Gujarat On NC and Congress

CM ભુપેન્દ્ર પટેલે કોંગ્રેસ અને NCના ગઠબંધન અંગે કરી વાત
CM ભુપેન્દ્ર પટેલે કોંગ્રેસ અને NCના ગઠબંધન અંગે કરી વાત (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2024, 10:02 PM IST

CM ભુપેન્દ્ર પટેલે કોંગ્રેસ અને NCના ગઠબંધન અંગે કરી વાત (ETV BHARAT GUJARAT)

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશમીરમાં વિભાજનવાદી નેશનલ કોન્ફરન્સ સાથેના ગઠબંધન પર સવાલ કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સત્તાની લાલચમાં આવી દેશની સુરક્ષા સાથે ખિલવાડ કરી રહી છે. કોંગ્રેસે જમ્મુ કશ્મીરમાં NC સાથે ગઠબંધન કરી પોતાની મંશા સ્પષ્ટ કરી છે. નેશનલ કોન્ફરન્સ હંમેશા જમ્મુ કશ્મીરમાં અલગ ઝંડાને સમર્થન આપે છે. નેશનલ કોન્ફરન્સ સત્તામાં આવશે તો કલમ 370 અને 35-A ને ફરીથી લાગુ કરવાનો વાયદો કર્યો છે.

'દેશની જનતા જાણવા માગે છે' મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર જમ્મુ કશ્મીર વિધાનસભા ચૂંટણીમાં વિભાજન વાદી નેશનલ કોન્ફરન્સ સાથે ચૂંટણી જોડાણ કરવા બદલ આંકડા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે એક દશકથી સત્તાથી વિમુખ કોંગ્રેસ પાર્ટીએ સત્તાની લાલચમાં દેશને એકતા અને સુરક્ષા સાથે છેડછાડ કરવાની મનશા ફરી એકવાર પ્રગટ કરી છે. જમ્મુ કશ્મીર ચૂંટણીમાં અબ્દુલ્લા પરિવારની જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને કોંગ્રેસ પાર્ટીએ પોતાની મનસા દેશ સામે રાખી છે. દેશની જનતા જાણવા માંગે છે કે નેશનલ કોન્ફરન્સ પાર્ટીના ચૂંટણી મેનીફેસ્ટોમાં કરેલા વાયદાનો કોંગ્રેસ સમર્થન કરે છે કે નહીં?

તેમને વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી જમ્મુ કાશ્મીરમાં ફરીથી અલગ ઝંડાના વાયદાનું સમર્થન કરે છે કે નહીં? કોંગ્રેસ પાર્ટી આર્ટીકલ - 370 અને 35-A ફરીથી લાવીને જમ્મુ કાશ્મીરને અશાંતિ અને આતંકવાદના યુગમાં ધકેલવા માંગે છે. કાશ્મીરને સ્વાયતત્તા આપવાની નેશનલ કોન્ફરન્સ પાર્ટીની વિભાજનકારી વિચાર અને નીતિઓનું સમર્થન કરનારે કોંગ્રેસનો અસલી ચહેરો લોકો સમક્ષ ખુલ્લો પડ્યો છે. એમાં કોઈ બે મત નથી કે કોંગ્રેસે સત્તા પ્રાપ્ત કરવાના એકમાત્ર ઈરાદા સાથે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ઉમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે ગઠબંધન કર્યું છે.

વીર કવિ નર્મદની 191મી જન્મજયંતિએ વીર નર્મદ યુનિવર્સિટીનો 55મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો - Veer Narmad University

વાવમાં આવેલ લોકનિકેતન ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો - MP Ganiben Thakor in Vav

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.