સુરત: કાંઠા સુગરને ભાડાપટે આપવા બોલાવાયેલી સામાન્ય સભામાં બે કલાક સુધી તડફડી થઈ હતી. ત્રણ ડિરેક્ટર અને ખેડૂત સભાસદોએ પ્રમુખ કિરીટ પટેલ, ઉપપ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટરને આડે હાથ લેતાં સભા તોફાની બની ગઈ હતી. આ સાથે જ ખેડૂત સભાસદોએ એકસૂરે અવાજ ઉઠાવતા એમડીએ પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર સામે ગુનો નોંધાવવા સબબની નોંધ રેકર્ડ પર લેવાની ફરજ પડી હતી. આ ઉપરાંત સુગર ભાડે આપતા પહેલા ખેડૂતોના રૂપિયા ચૂકવી દેવાની પ્રબળ માંગ ઊઠી હતી તેમજ કસૂરવારો સામે તાત્કાલિક પગલાં ભરવા માટે પણ માંગ ઊઠી હતી.
કાંઠા સુગરના પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટરે મનસ્વી કામ કરીને સુગરને ડુબાડી દીધી હતી. કૌભાંડિયાઓની આ કરતૂત સામે જિલ્લા રજિસ્ટ્રાર અને ખાંડ નિયામકને ફરિયાદ કરાતા તેઓએ પણ તપાસ શરૂ કરી હતી. કલમ ૮૬ અને ૭૬ (B-૧) હેઠળ તપાસ ચાલી રહી છે. આ તપાસ વચ્ચે કાંઠા સુગરના કૌભાંડીઓએ પોતાના કાળા કારનામા પર પડદો પાડી દેવા સાથે ખેડૂત સભાસદોને ઊલટા ચશ્માં પહેરાવવા માટે સુગરને ભાડેપટે આપવાનો તખ્તો ગોઠવી દીધો હતો. આ સાથે જ ખાસ સામાન્ય સભા પણ બોલાવી હતી.
કાંઠા સુગરને ડુબાડયા બાદ ખેડૂતો સામે હાજર નહીં થતાં કારભારીઓ સામાન્ય સભામાં પ્રગટ થઈ ગયા હતા. જોકે, ખેડૂતોના બાકી રૂપિયા ચૂકવવા અંગે કોઈપણ પ્રકારનો ફોડ પાડયા વગર સુગરને ભાડેપટે આપવાનો વેપલો કરાતા સભાસદોએ પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટરને આડે હાથ લીધા હતા. ખેડૂતોએ કૌભાંડીઓને ઊઘાડા પાડી દેતા મામલો ગરમાયો હતો. જોકે, ખેડૂતો ટસથી મસ થયા નહીં. તેમજ કાંઠા સુગરમાં ગેરવહીવટ કરનારા પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા મિનિટ્સમાં નોંધ કરાવી હતી.
જયેશ દેલાડ નામના ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે, સહકારી પ્રવૃત્તિનું જન્મદાતા ઓલપાડ પ્રદેશ છે. જે સમગ્ર ગુજરાતમાં PP મોખરાનું સ્થાન ધરાવે છે.ત ઓલપાડના ખેડૂતો કપાસ, ડાંગર, શેરડી, દૂધીની સહકારી પ્રવૃત્તિને કારણે આર્થિક રીતે મજબૂત બન્યા છે. ત્યારે કાંઠા સુગરને ડુબાડી દીધા બાદ ખાનગી પેઢીને સોંપવાની આ વૃત્તિ સહકારી પ્રવૃત્તિ માટે મૃત્યુઘંટ સમાન છે. હાલ તો જે ખેડૂતોની શેરડીનું પિલાણ થયું છે તે ખેડૂતોને ઝડપથી રૂપિયા ચૂકવી દેવાઈ તે જરૂરી છે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો દિવસ, બપોર બાદ જાહેર થશે શેરડીના ભાવ - sugarcane prices
Gir Somnath News: શેરડી અને ગોળ ઉત્પાદકો માટે સારા સમાચાર, શેરડીના મળી રહ્યા છે વધુ ભાવો