ETV Bharat / state

મનસુખ માંડવિયાના છ વર્ષ જૂના વીડિયો વાયરલનો મામલો, ચૂંટણી અધિકારીને કરાઈ ફરિયાદ - Mansukh Mandaviya

પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાના છ વર્ષ જૂના વિડીયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ છે.

Etv BharatMANSUKH MANDAVIYA
Etv BharatMANSUKH MANDAVIYA
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 7, 2024, 4:33 PM IST

Updated : Apr 7, 2024, 5:04 PM IST

પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ

પોરબંદર: લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાના છ વર્ષ જૂના વિડીયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ છે આવા વિડીયો વાયરલ કરી ભાજપાની છબી ખરડવા તથા સામાજિક શાંતિ, સૌહાર્દ તથા ભાઈચારાને તોડીને વિરોધીઓને રાજકીય લાભ પહોંચાડવાનો દાવો ભાજપ દ્વારા કરાયો છે.

મનસુખ માંડવિયા મોદી સરકારમાં મંત્રી છે: પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા જણાવાયું કે, પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયા એ ખૂબ જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતા છે, છેલ્લા 22 વર્ષથી જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત રહ્યા છે, જેમાં છેલ્લા 8 વર્ષથી કેન્દ્રમાં મંત્રી છે.

જીલ્લા ભાજપ દ્વારા ચેતવણી આપવામાં આવી: વાયરલ થયેલ વિડીયોના કારણે માંડવિયાના સમર્થકો, શુભેચ્છકો, મિત્રો અને ચાહકવર્ગમાં ખૂબજ ગંભીર પ્રત્યાઘાતો પડ્યાને ધ્યાને લઈને પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરાઈ છે. પોરબંદર જીલ્લા ભાજપની ફરિયાદના પગલે ઘણા લોકોએ વિડિયો ડીલીટ કરી દીધા છે. પોરબંદર જીલ્લા ભાજપ દ્વારા કોઇપણ પ્રકારની આવી ગેર પ્રવૃત્તિ ચલાવી નહિ લે તેવી કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદર પાસે તટસ્થ ન્યાયિક ચૂંટણી યોજવાની કરી માંગ કરી છે.

  • અફવાથી સમાજને થનારા નુંકશાનથી બચાવવા કરાઈ અપીલ.
  • ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની વિવિધ કલમો હેઠળ નોંધાઈ શકે છે ગુન્હો.
  • ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ અફવા ફેલાવી એ ગંભીર ગુન્હો છે જેમાં ૭ વર્ષ સુધીની થઇ શકે છે સજા.
  • જે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આવા ખોટા વિડીયો અને જૂના વિડીયો વાયરલ કરી અફવા ફેલાવાઈ છે એવા એકાઉન્ટની યાદી પણ સોંપી ચૂંટણી અધિકારીને.
  • પોરબંદર જીલ્લા ભાજપ દ્વારા તુતુ, મેમે નહીં પરંતુ કાયદાકીય ચૂંટણી લડવાની રણનીતિ અપનાવાય.
  • આ ફરિયાદ પરથી ભાજપની રણનીતિ સ્પષ્ટ દેખાઈ છે કે પોતે નેગેટીવ ન્યુઝ ફેલાવશે નહીં અને કોઈ નેગેટીવ ન્યુઝ ફેલાવે તો તેની સામે કાયદાકીય પગલાં લેશે.
  1. મનસુખ માંડવીયાની હાજરીમાં જુનાગઢ ખાતે ભાજપનો ચૂંટણી પ્રચાર કરાયો શરૂ, કાર્યકરો રહ્યા હાજર - BJP election campaign

Last Updated : Apr 7, 2024, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.