ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે, જેની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બચાવ-રાહત કામગીરી અને વરસાદની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.
વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગસ્ત વિસ્તારના કલેક્ટર અને કમિશનર સાથે પણ વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ જરૂરી તમામ મદદ આપવાની બાંહેધરી આપી હતી. આ બેઠકમાં NDRF, SDRF, આર્મી, વન વિભાગ, આરોગ્ય વિભાગ, માર્ગ-મકાન વિભાગ અને એનર્જી વિભાગના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.
વિકટ પરિસ્થિતિમાં મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોની મદદ માટે દિવસ-રાત તત્પર રહેતા સેવાકર્મીઓને બિરદાવીએ.#SafeGujarat https://t.co/KxjG9ALJHK
— CMO Gujarat (@CMOGuj) August 29, 2024
ઝીરો કેઝ્યુલીટી ઉદેશ્ય : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખાસ વડોદરા શહેર અને જિલ્લો, દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને અગ્રતા આપવા તાકીદ કરી હતી. પૂરગ્રસ્ત વિસ્તારમાં તંત્રને રાહત અને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચના પણ આપી હતી. મુખ્યમંત્રીએ ઝીરો કેઝ્યુલીટી પર ખાસ ભાર મૂક્યો હતો.
વડોદરામાં પૂરની સ્થિતિ : વડોદરામાં બચાવ-રાહત કામગીરીનું માર્ગદર્શન કરી રહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ પૂરની તથા લોકોના ઘરોમાં પાણી ભરાવાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા. પૂરમાં જે લોકો ફસાયેલા છે તેમને પાણી ઓસરતા સુધી ફૂડ પેકેટ, પીવાના પાણીના પાઉચ તેમજ આરોગ્ય રક્ષક દવા પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકારની પ્રાયોરિટી છે.
Hon'ble PM Shri @narendramodi speaks to CM Shri @Bhupendrapbjp on the rain & flood situation in the State, especially in Vadodara. Hon'ble PM assures all possible assistance and support in the ongoing rescue and relief operation from the Centre.#SafeGujarat https://t.co/3tMtr8hRYR
— CMO Gujarat (@CMOGuj) August 29, 2024
બચાવ-રાહત કામગીરી : એટલું જ નહીં, અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે, તેને પણ ત્વરાએ પૂર્વવત કરવામાં આવી રહ્યો છે. પાણી ઓસરે એટલે તુરંત જ કાંપ, માટી, પાણી સાથે ઢસડાઈને આવેલા ઝાડી-ઝાંખરા, પાન વગેરે દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી રાજ્ય સરકાર ઉપાડશે. જંતુનાશક દવાના છંટકાવ દ્વારા રોગચાળો ફેલાતો અટકાવવાના ઉપાયો પણ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવાશે.
વહીવટી તંત્રને સૂચના : વડોદરા શહેર અને જિલ્લા માટે સુરત, આણંદ, ખેડા, ભરૂચ, છોટાઉદેપુર અને અમદાવાદથી મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તથા પીવાના પાણીના પાઉચ પહોંચાડવા આ જિલ્લાના વહીવટી તંત્રને સૂચના આપી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રાજકોટ તથા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જ્યાં વરસાદનું જોર ઘટી ગયું છે કે અટકી ગયો છે, ત્યાંથી આવી સામગ્રી અને સાધનો મોબીલાઈઝ કરાશે.
Gujarat | In response to the severe flooding in multiple districts, the Indian Army has swiftly mobilised its resources to support the ongoing relief efforts. Following a request from the Gujarat State Government, six columns of the Indian Army are undertaking rescue operations… pic.twitter.com/ioFEIReseA
— ANI (@ANI) August 29, 2024
સુરક્ષાદળો મદદે ઉતર્યા : વડોદરા શહેરમાં હજુ પણ પૂરની સ્થિતિ યથાવત છે અને જનજીવનને અસર પહોંચી છે. તે સંજોગોમાં આણંદ, નર્મદા, સુરેન્દ્રનગર અને વલસાડથી પાંચ વધારાની NDRF ટીમ તથા આણંદ, ખેડા અને ગાંધીનગરથી આર્મીની 4 કોલમ સ્થાનિક તંત્રને સહાયરૂપ થવા મોબીલાઈઝ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ અને સુરતથી રેસ્ક્યુબોટ પણ વડોદરા પહોંચશે.
લોકોનું સ્થળાંતર કરવા તાકીદ : જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની વરસાદી સ્થિતિની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રીએ જે લોકો પાણીમાં હજુ ફસાયેલા છે તેમના સ્થળાંતર માટે એરફોર્સ તથા કોસ્ટ ગાર્ડની મદદ લઈ તેમને રેસ્ક્યુ કરવાની વ્યવસ્થાનું સંકલન કરવા જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી. વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લામાં પાણીજન્ય કે વાહક જન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની તબીબી ટીમ સુરત, ભાવનગર, ગાંધીનગર અને રાજકોટથી જરૂરી દવાઓ સાથે મોકલવા સૂચના આપી હતી.