ETV Bharat / state

CM પટેલ પોરબંદરની મુલાકાતે, જાણો શા માટે કાર્યકર્તાઓ સાથે યોજવી પડી બેઠક ! - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

સીએમ ભુપેન્દ્ર પટેલ આજે પોરબંદરની મુલાકાતે આવ્યા છે. અહીં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ભાજપના ઉમેદવાર, નેતાઓ તથા સંગઠનના કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જોકે હાલ ભાજપ સંગઠનની સ્થિત ખરાબ હોવાથી ડેમેજ કંટ્રોલ માટે બેઠકો થઈ રહી હોવાની લોકચર્ચા છે.

પોરબંદરની મુલાકાતે CM પટેલ
પોરબંદરની મુલાકાતે CM પટેલ
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 10, 2024, 4:01 PM IST

પોરબંદરમાં સીએમ પટેલે કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક યોજી

પોરબંદર : લોકસભા ચૂંટણી 2024 આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પોરબંદરમાં પણ લોકસભા ચૂંટણી અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે તમામ પક્ષોએ કમર કસી છે. જેના અનુસંધાને પોરબંદરમાં આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત પોરબંદરના પ્રબુધ્ધ નાગરિકો સાથે પણ સીએમ ભુપેન્દ્ર પટેલે વિશેષ બેઠક યોજી હતી.

CM પટેલ પોરબંદરના પ્રવાસે : પોરબંદર લોકસભા બેઠક પર આગામી મહિનામાં ચૂંટણી યોજનાર છે. આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચોપાટી ખાતે આવેલી એક હોટલમાં ભાજપના લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયા તથા પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા સહિત કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ચૂંટણીમાં કેવી રીતે કાર્ય કરવું અને વધુમાં વધુ લીડ પ્રાપ્ત કેવી રીતે કરી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવા અપીલ કરી છે. આ અંગે અર્જુન મોઢવાડિયાએ માહિતી આપી હતી.

મુખ્યપ્રધાનને શા માટે આવું પડ્યું પોરબંદર ? ગુજરાતભરમાં વર્તમાન સ્થિતિ જોઈએ તો રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સામે પ્રબળ વિરોધ થઈ રહ્યો છે. ઉપરાંત પોરબંદર લોકસભા વિસ્તારમાં પણ મનસુખ માંડવીયાના વિરોધમાં ધોરાજી શહેરમાં પોસ્ટર વોર પણ થઈ હતી. ત્યારે ભાજપની સ્થિતિ વણસી રહી હોવાની લોકચર્ચા છે. જોકે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, મુખ્યપ્રધાન અહીં કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરવા આવ્યા હતા. આવનારી ચૂંટણીમાં પોરબંદર વિસ્તારમાં વધુમા વધુ મત સાથે કેવી રીતે જીતી શકાય તે માટે સીએમ પટેલે કાર્યકરોનું માર્ગદર્શન કર્યું અને અહીંના મુખ્ય મતદારો સાથે વાતચીત કરી હતી.

  1. મનસુખ માંડવિયાએ પોરબંદરના ઘેડ વિસ્તારમાં કર્યો ચૂંટણી પ્રચાર, 4 જિલ્લાના માલધારીઓએ ભાજપને ટેકો જાહેર કર્યો
  2. મનસુખ માંડવિયાના છ વર્ષ જૂના વીડિયો વાયરલનો મામલો, ચૂંટણી અધિકારીને કરાઈ ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.