ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીકના કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
![મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ લીધા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-07-2024/whatsapp-image-2024-07-15-at-104329_1507newsroom_1721020710_159.jpeg)
કોબા ખાતે આ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જૈનાચાર્ય શ્રીપદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પ્રેરણા અને માર્ગદર્શનમાં કાર્યરત થયેલું છે .
![મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ લીધા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-07-2024/whatsapp-image-2024-07-15-at-104336_1507newsroom_1721020710_576.jpeg)
આ જૈન તીર્થ ક્ષેત્રમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે તેમના વ્યાખ્યાનનું મુખ્યમંત્રીશ્રીએ જૈનધર્મી શ્રાવક ભાઈઓ બહેનો સાથે બેસીને શ્રવણ પણ કર્યું હતું.
![મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ લીધા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-07-2024/whatsapp-image-2024-07-15-at-104340_1507newsroom_1721020710_1070.jpeg)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તો પ્રભુ પ્રાપ્તિનું જ હોય છે.
![મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ લીધા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-07-2024/whatsapp-image-2024-07-15-at-104319_1507newsroom_1721020710_955.jpeg)
એ માટેનો માર્ગ સંત શક્તિના આશીર્વાદ અને તેમના વ્યાખ્યાન શ્રવણથી વધુ સરળ બને છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ તથા જૈનાચાર્યો, સંતવર્યો અને શ્રાવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા