ETV Bharat / state

લોકસભા ચૂંટણીમાં વિશિષ્ટ કામગીરી કરનાર કાર્યકર્તાઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બીરદાવ્યા - Chief Minister Bhupendra Patel

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 9:34 PM IST

લોકસભા ચૂંટણી બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઇ હતી. કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં વિસ્તારકો હાજર રહ્યા હતા. તેમની કામગીરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ બીરદાવી હતી. વિધાનસભા ચૂંટણી સમયે નિમાયેલા વિસ્તારોકો પણ આ બેઠકમાં આવ્યા હતા. તેમની કામગીરીની વિશેષ નોંધ લેવામાં આવી હતી.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઇ હતી. કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં વિસ્તારકો હાજર રહ્યા હતા. તે ઉપરાંત લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટાયેલા કાર્યકર્તાઓ અને સંગઠનના કાર્યકર્તાઓ ઉપરાંત કેટલા કાર્યકર્તાઓએ ચૂંટણીમાં વિશિષ્ટ યોગદાન આપ્યું હતું. આ વિશિષ્ટ યોગદાન આપનાર કાર્યકર્તાઓને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. તેમની કામગીરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ બીરદાવી હતી. વિધાનસભા ચૂંટણી સમયે નિમાયેલા વિસ્તારોકો પણ આ બેઠકમાં આવ્યા હતા. તેમની કામગીરીની વિશેષ નોંધ લેવામાં આવી હતી.

મુખ્યમંત્રી દ્વારા બિરદાવાયાઃ ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રજની પટેલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી એ મૂળ કાર્યકર્તાઓની પાર્ટી છે. ગત લોકસભા ચૂંટણીમાં સંગઠનના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા કાર્યકર્તાઓએ જે કામ કર્યું તે ઉપરાંત વિશિષ્ટ સેવા આપતા કાર્યકર્તાઓએ પણ વિધાનસભા સ્તરે અને લોકસભા સ્તરે કામમાં લાગ્યા હતા. આવા તમામ કાર્યકર્તાઓને કમલમ ખાતે બોલાવવામાં આવ્યા હતા. તેમણે કરેલી વિશિષ્ટ કામગીરી બદલ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ પણ વિશિષ્ટ કામગીરી કરનાર કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા. તેઓ પોતાના વ્યસ્ત સિડ્યુલમાંથી સમય કાઢીને કાર્યકર્તાઓને મળવા કમલમ આવ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓ આગામી દિવસોમાં પણ પોતાનો વધુ સમય આપીને પાર્ટી માટે કામ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

આંતરિક જૂથવાદ મુદ્દે નિવેદનઃ લોકસભા ચૂંટણીમાં ભાજપમાં બહાર આવેલા જૂથવાદ અંગે તેમણે જણાવ્યું કે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. સૌથી વધુ ચૂંટાયેલા ધારાસભ્ય છે. એટલે ક્યારેક નાના વિષયને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી સંકલનથી કામ કરે છે. સંગઠનના કાર્યકર્તા અને ચૂંટાયેલા કાર્યકર્તાઓની વચ્ચે વાત હોય તો સરકારને સાથે વિકાસના કાર્ય કરવા માટે સૌ હળી મળીને કામ કરી રહ્યા છે .આ ગામે સમયમાં પણ આટલી જ મજબૂતાઈથી મળીને કામ કરીશું. જે કોઈ નાના મોટા વિવાદના પ્રશ્નો હશે તે પાર્ટીમાં સાથે મળીને સોલ્વ કરવામાં આવશે.

  1. પીએમ-આવાસ યોજના હેઠળ દેશમાં વધુ 3 કરોડ મકાનો બનાવાશે, રાજ્ય સરકારે મોદી કેબિનેટના નિર્ણયને આવકાર્યો - Cm Bhupendra patel
  2. વીજાપુરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કર્યો ચૂંટણી પ્રચાર, હરિ પટેલ અને સી.જે. ચાવડાની જીતાડવા કરી અપીલ - Loksabha Electioin 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.