ETV Bharat / state

નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં 'કચ્છ એક્સપ્રેસ'ને 3 એવોર્ડ્સ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન - Three awards each for Kutch Express

author img

By ETV Bharat Entertainment Team

Published : Aug 16, 2024, 5:19 PM IST

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર થયેલા 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ-ત્રણ એવોર્ડ સન્માન માટે આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે., Chief Minister Bhupendra Patel congratulated

આ ગુજરાતી ફિલ્મને મળ્યા છે ત્રણ-ત્રણ એવોર્ડ
આ ગુજરાતી ફિલ્મને મળ્યા છે ત્રણ-ત્રણ એવોર્ડ (ETV Bharat Gujarat)

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એટલે કે 16 ઓગસ્ટે જાહેર થયેલા 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ-ત્રણ એવોર્ડ સન્માન માટે આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે.

વિરલ શાહ દિગ્દર્શિત અને પાર્થીવ ગોહિલ-માનસી પારેખ દ્વારા નિર્માણ પામેલી આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને જે એવોર્ડ મળ્યા છે તેમાં બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટેનો એવોર્ડ (નિકિ જોષી-કોસ્ચ્યુમ ડિઝાઈનર) અને ફિલ્મની અભિનેત્રી માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ તરીકેના એવોર્ડનો સમાવેશ થાય છે.

ગ્રામીણ નારી શક્તિ સંગઠનો દ્વારા સ્થાનિક હસ્તકલા અને અન્ય કલા કારીગરીની વસ્તુઓને પ્રમોટ કરવાના કથાનક પર આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મ આધારિત છે. 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ-2022માં આ હેતુસર કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા આ ત્રણ-ત્રણ એવોર્ડ સન્માનને ગુજરાતી ફિલ્મોના ઈતિહાસની ગૌરવવંતી ઘટના ગણાવતા વિચાર પ્રેરક કથાનક અને ઉત્કૃષ્ઠ કલાકસબ ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થતુ રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે.

  1. કોલકાતા રેપ કેસ પર કૃતિ સેનને કહ્યું, 'આપણી મૂળભૂત સલામતી પ્રશ્નમાં છે?', કરણ જોહરે પણ રોષ ઠાલવ્યો - Kolkata Doctor rape case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.