કચ્છ : કચ્છની દરિયાઇ સીમામાંથી કેફી દ્રવ્યોના પેકેટ મળી આવવાની સિલસિલો યથાવત રહ્યો છે. બીએસએફના જવાનોને અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી ચરસનું 1 પેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા જપ્ત કરાયેલા ચરસના પેકેટ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બીએસએફ અને એસઆઈબીને શિયાળ ક્રીક વિસ્તારમાંથી ચરસનું પેકેટ મળ્યું : આજ રોજ બીએસએફ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન અબડાસાના દરિયાઈ વિસ્તારના શિયાળ ક્રીક વિસ્તારમાંથી ચરસનું 1 પેકેટ કબ્જે કર્યું છે. ચરસના પેકેટનું વજન 01 કિલો જેટલું છે. પેકેટ કાળા રંગના પેકેજીંગમાં મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મળી આવેલ ચરસનું આ પેકેટ અગાઉ આ વિસ્તારમાંથી મળી આવેલા કેફી દ્રવ્યોના પેકેટ જેવું જ છે.
અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી મળી આવે છે ચરસના પેકેટ : ઉલ્લેખનીય છે કે, બીએસએેફ અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને પેટ્રોલિંગ દરમિયાન જખૌ અને આસપાસના ક્રીક અને બેટ વિસ્તારમાંથી મોટાપાયે સર્ચ ઓપરેશન દરમિયાન કેફી દ્રવ્યોના પેકેટો મળી આવતા હોય છે. કચ્છના અબડાસા વિસ્તારના દરિયાઈ સીમામાંથી અવારનવાર કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતા જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા અહીંના દરિયા કાંઠા અને જુદાં જુદાં નિર્જન બેટ પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા હોય છે.
દરિયાઈ મોજામાં ધોવાઈને તણાઈને મળી આવે છે ચરસના પેકેટ : ઉલ્લેખનીય છે કે અવારનવાર ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમા પરથી દરિયાના મોજામાં ધોવાઈને તેમજ તણાઈ આવેલા ડ્રગ્સના પેકેટ મળી આવતા હજુ છે. ક્યારેક જાગૃત નાગરિકો પણ દરિયા કિનારા પરથી મળી આવતા શંકાસ્પદ પેકેટો અંગે પણ લોકો પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓને સંપર્ક કરીને જાણ કરતા હોય છે.