ETV Bharat / state

સાબરકાંઠામાં ખેડૂતો અક્ષય તૃતીયાની કરે છે અનોખી રીતે ઉજવણી,ખેડૂતો અખાત્રીજે કરે છે નવી ખેતીનો પ્રારંભ - celebration of Akshay Tritiya - CELEBRATION OF AKSHAY TRITIYA

આજે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર છે. ત્યારે લોકો વણજોયેલ મુર્હુત સમાન આજના દિવસે સોનું ખરીદે છે. પરંતુ સાબરકાંઠાના ખેડૂતો આ દિવસને જરાક અલગ રીતે ઉજવે છે અને નવી ખેતીની કરે શરુઆત કરે છે. જાણો કેવી રીતે થાય છે, અહીં અખાત્રીજની ઉજવણી.celebration of Akshay Tritiya

આજે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર છે.
આજે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર છે. (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 10, 2024, 5:39 PM IST

સાબરકાંઠામાં ખેડૂતો અક્ષય તૃતીયાની અનોખી રીતે ઉજવણી કરે છે (etv bharat gujarat)

સાબરકાંઠા: હિમ્મતનગરના નિકોડા ગામે અખાત્રીજની અલગ રીતે જ ઉજવણી કરવામાં આવે છે. એક સાથે 50 થી 60 ટ્રેક્ટર એક જ ખેતર ખેડીને ગામ લોકો અખાત્રીજની ઉજવણી કરે છે. સામાન્ય રીતે શહેરોમાં લોકો અખાત્રીજના દિવસે સુવર્ણની ખરીદી કરતા હોય છે. પરંતુ અહીંના ખેડૂતો અખાત્રીજને દિવસે નવી ખેતીનો પ્રારંભ કરતા હોય છે અને આ પ્રારંભ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે.

25 વર્ષ પહેલા બળદની થતી પૂજા: સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામોમાં આ પરંપરા આજે પણ સચવાયેલી છે. વહેલી સવારે ખેડૂતો ખેતરમાં પહોંચી જમીનની પૂજા કરતા હોય છે અને પાંચ દાણા વાવતા હોય છે. જો,કે આજથી 25 વર્ષ પહેલા જમીનની ખેતી બાદ બળદોની પૂજા કરવામાં આવતી હતી. જો કે, સમય બદલાતા હવે પશુ લુપ્ત થયા પછી બળદોનું સ્થાન ટ્રેક્ટરે લીધું છે. હાલમાં બળદની જગ્યાએ લોકો ટ્રેક્ટરની પૂજા કરે છે. ભગવાનના ખેતરનું ખેડાણ કર્યા બાદ પોતાના ખેતરમાં નવી ખેતીનો પ્રારંભ કરે છે.

ખેતીનો પ્રારંભ પ્રકૃતિ પુજનથી કરે છે: અક્ષય તૃતીયાનો તહેવાર સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આવનાર નવું વર્ષ સારું જાય તે માટેનો મંગલ પ્રારંભ કરવાનો છે અને વણજોયેલ મુર્હુત સાથે ગામના અન્ય લોકોના સાથ સહકારથી નવું વર્ષનો પ્રારંભ પ્રકૃતિનું પુજન કરીને પોતાની પ્રકૃતિ પત્યે આદર પ્રગટ કરે છે. ભગવાનને વર્ષ સારુ જાય માટે ખેડૂતો પ્રાર્થના કરે છે.પુરુષો અને મહિલાઓ ભગવાન યોગેશ્વરના ખેતરમાં ટ્રેક્ટર લઈને પહોંચે છે. ત્યાં ટ્રેક્ટરની પૂજા થયા બાદમાં પહેલું ખેડાણ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે.

  1. બિહારમાં વરસાદથી હાહાકાર, વીજળી પડવાથી 5નાં મોત, 12 દાઝી ગયા - LIGHTNING IN BIHAR
  2. આજની અક્ષય તૃતીયાએ 100 વર્ષ પછી બની રહ્યો છે અદ્ભુત સંયોગ, જાણો પૂજાનો શુભ સમય અને વિધિ - Akshay Tritiya 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.