ETV Bharat / state

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દબાણ મામલે કુલપતિએ કહ્યું "પુરાવા છે, રજૂ કરીશું" - Rajkot Saurashtra University

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 11:18 AM IST

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જમીન દબાણનો મામલો ચાલી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાને યુનિવર્સિટી સંચાલન દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. જોકે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે, આ જમીન અમારી છે, પુરાવા રજૂ કરીશું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (ETV Bharat Reporter)

રાજકોટ : 360 એકરમાં પથરાયેલી વિશાળ વોલ કેમ્પસ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જમીનનો વિવાદ હાલ ચાલી રહ્યો છે. રૈયા સર્વે નંબરમાં આવેલી 1,542 ચોરસ મીટર જમીન કોર્પોરેશન દ્વારા ખાનગી બિલ્ડરને પધરાવી દીધાના વિવાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 10 વખત પત્ર લખવામાં આવ્યા બાદ પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દબાણ મામલે કુલપતિએ કહ્યું... (ETV Bharat Reporter)

યુનિવર્સિટી જમીન વિવાદ : રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ કહે છે કે, નિયમ મુજબ જમીન બિલ્ડરને અપાઈ છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડીયા આ જમીન પોતાની હોવાનો દાવો કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવ ડો. રમેશ પરમારે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 1967 માં થઈ ત્યારે જમીન માપણી કરવામાં આવતા 410 એકર જમીન હતી. બાદમાં 360 એકર જમીન થઈ. કારણ કે, મેડિકલ કોલેજના નામે જગ્યા આપી. જ્યાં હાલ કેન્સર હોસ્પિટલ કાર્યરત છે.

રાજકોટ મનપાનો દાવો : બાદમાં 2023 માં જમીન માપણી કરવામાં આવી હતી. જેમાં હાલ જે જમીનનો વિવાદ ચાલે છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના DLR માં અમારી જમીન બતાવે છે. જે બાબતે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પત્ર આવેલો છે કે, DLR અને 7-12 અ ના દાખલા મોકલો. જેથી આ બાબતનો સાધનિક કાગળો સાથેનો અહેવાલ એક-બે દિવસમાં મ્યુનિસિપલ કમિશનરને મોકલી આપવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જવાબ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વર્તમાનમાં જે વિવાદ ચાલે છે. આખરે તો આ જમીન રાજ્ય સરકારે આપેલી છે. રાજ્ય સરકારે આપેલી જમીનનો આધાર DLR ( ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકર્ડ) છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પર્યાપ્ત માત્રામાં આ માટેના સાધનિક કાગળો પણ છે. આ અંગે ઇન્ચાર્જ કુલપતિ ડો. કમલ ડોડીયાએ જણાવ્યું હતું કે, મનપા જે પત્ર લખ્યો છે તે અંગે જમીન યુનિવર્સિટીની છે તેના પૂરતા પુરાવા છે અને ટૂંક સમયમાં રજૂ કરીશું.

  1. સૌરાષ્ટ્ર યુનિ.માં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી, 10 આસિસ્ટન્ટ પ્રોફેસરને ઓર્ડર
  2. સૌરાષ્ટ્ર યુનિ.ની સરકારી જમીન બિલ્ડરને પધરાવી દીધી, TPO નું વધુ એક કૌભાંડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.