ETV Bharat / state

Budget 2024-25: સુરત ટેક્સટાઈલ વેપારીઓની આગામી બજેટ સંદર્ભે અપેક્ષા અને માંગણીઓ, GST-MSME સરળ બને તે જરુરી

1લી ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટ સંદર્ભે સુરત ટેક્સટાઈલ વેપારીઓની ખાસ આશા, અપેક્ષા અને માંગણીઓ છે. 2 કરોડ મીટર કાપડ ઉત્પાદન કરનાર સુરતી વેપારીઓને જીએસટી અને એમએસએમઈ કાયદામાં સરળીકરણની મુખ્ય આશા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તાર પૂર્વક. Budget 2024-25 Surat Textile Businessmen GST MSME 45 Days Limit Income Tax

સુરત ટેક્સટાઈલ વેપારીઓની આગામી બજેટ સંદર્ભે અપેક્ષા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 27, 2024, 5:38 PM IST

GST-MSME સરળ બને તે જરુરી

સુરતઃ કેન્દ્ર સરકાર વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્યારે ટેક્સટાઈલ હબ ગણાતા સુરતના વેપારીઓને આ બજેટ તરફથી ખાસ આશા, અપેક્ષા અને માંગણીઓ છે. જેમાં ખાસ તો વિવિધ યોજનાઓમાં મળતી સબસિડીમાં વધારો, GSTમાં સરળીકરણ અને MSME કાયદામાં જે 45 દિવસની મર્યાદા છે તેમાં વધારો થાય તેવું સુરતના વેપારીઓ ઈચ્છી રહ્યા છે.

સબસિડીમાં વધારોઃ સુરત ટેક્સટાઈલ સૌથી વધુ રોજગાર આપતો ઉદ્યોગ છે. દેશમાં ટેક્ષટાઈલ ઉદ્યોગ માટે પૂર્વ નિર્ધારિત વિકાસ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે 4 લાખ નવા હાઈસ્પીડ મશિનો ઈન્સ્ટોલ થવા જરુરી છે. જેમાં એરજેટ, વોટરજેટ, રેપિયર જેકાર્ડ, સરક્યુલર નીટિંગ વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી 50 ટકા મશિનો સુરત ટેક્ષટાઈલ ક્લસ્ટરમાં ઈન્સ્ટોલ કરાવવા હોય તો આ ઉદ્યોગને ઈન્વેસ્ટમેન્ટ પર સબસિડી આપીને પ્રોત્સાહિત કરવા જોઈએ. ઉદ્યોગ સાહસિકો સસ્ટેનેબલ પ્રોજેક્ટનું આયોજન કરતા હોય છે. જેમકે રિન્યુએબલ એનર્જી, સોલાર પાવર, વિન્ડ એનર્જી, કેપ્ટીવ સીઈટીપી વગેરેનો સમાવેશ થાય છે. સસ્ટેનેબલ પ્રોજેક્ટ્સમાં ધારાધોરણ મુજબ જે સબસિડી મળે છે તેમાં 15 ટકા એડિશનલ સબસિડી અપાય તો ઉદ્યોગપતિઓ સસ્ટેનેબલ પ્રોજેક્ટ માટે પ્રેરિત થઈ શકે તેમ છે.

શ્રમિકોને સ્કિલ ડેવલપમેન્ટ માટેની સુવિધા પૂરી પાડવામાં આવે

MSMEમાં 45 દિવસની મર્યાદામાં વૃદ્ધિઃ સુરતના કાપડના વેપારીઓને સૌથી મોટી તકલીફ MSME કાયદામાં પડી રહી છે. જેમાં 45 દિવસની સમય મર્યાદા છે. જે વધારવામાં આવે તો સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને વધુ વેગ મળે તેમ છે. MSMEમાં નોંધાયેલા વેપારીઓને 45 દિવસમાં પેમેન્ટ આપવાના મુદ્દે કાપડના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. વેપારીઓને ડર છે કે આ નિયમથી તેમનો બિઝનેસ ડેમેજ થશે. કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્યારે આ નિયમ અને કાયદાને લઈને ફરી વિચાર કરે અને ટેક્સ સ્લેબમાં રાહત આપે તેવી આશા વેપારીઓ કરી રહ્યા છે.

આવકવેરા વિભાગની નવી જોગવાઈ અનુસાર, MSMEમાં નોંધાયેલા કાપડના વેપારીઓએ 45 દિવસમાં ચૂકવણી કરવી પડશે. જો આ સમયગાળાની અંદર ચૂકવણી કરવામાં નહીં આવે, તો આ ચુકવણી સીધી આવકમાં ઉમેરવામાં આવશે. સુરતના ટેક્સટાઇલ બિઝનેસનું મૂળ ક્રેડિટ છે. તે પણ 60 દિવસથી 180 દિવસ સુધીની છે. આ ઉપરાંત રૂ. 50 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા લોકોને આ દાયરામાં સામેલ કરવામાં નહીં આવે તો નાના વેપારીઓ બરબાદ થવાનો ભય રહેશે. જેમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે...રંગનાથ શારદા(ટેક્સટાઈલ વેપારી, સુરત)

MSMEમાં નાના એકમો માટે પેમેન્ટ સ્લેબ 45 દિવસનો છે. 50 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા મધ્યમ એટલે કે એકમો માટે ચુકવણીનો કોઈ સ્લેબ નથી. આ સ્લેબ એકસમાન બનાવવો જોઈએ, કારણ કે ફરજિયાત દિવસો હોવાથી સુરતના વેપારીઓને પણ ફાયદો થશે અને પેમેન્ટમાં એકરૂપતાના કારણે વ્યાજબી કામગીરી થશે...મનોજ અગ્રવાલ(ટેક્સટાઈલ વેપારી, સુરત)

તમામ સ્લેબ એકસરખા હોવા જોઈએ. તમામ વેપારીઓને સાથે રાખો. ભલે કોઈનું ટર્નઓવર 50 કરોડ રૂપિયાથી ઓછું હોય કે વધુ. જો આમ નહિ થાય તો નાના વેપારીઓ વેપાર કરી શકશે નહીં. મોંઘવારી વધારે છે તેની ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે. ટેક્સમાં પણ રાહત આપવામાં આવે અને ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો છે તેમને સ્કિલ ડેવલપમેન્ટ માટેની સુવિધા પૂરી પાડવામાં આવે...સુભાષ વ્યાસ(ટેક્સટાઈલ વેપારી, સુરત)

  1. Central Budget 2023 24 : મોદી સરકારના બજેટથી સુરતના કાપડ વેપારીઓને નવી ઉમ્મીદ
  2. DGVCL દ્વારા વીજ દરમાં વધારો, યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો ઉદ્યોગોને થશે નુકસાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.