અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બદલવા મામલે અવિશ્વાસનો દરખાસ્ત લાવવાની કવાયત છેલ્લા ઘણા દિવસોથી ચાલતી હતી. જેનો અંત આજે આવ્યો. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત રદ કરવામાં આવી છે અને હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે બ્રિજેશ ત્રિવેદી જ રહેશે.
આ મામલે હાઇકોર્ટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું કે, હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના બંધારણમાં ચૂંટાયેલા હોદ્દેદારોને હટાવવા માટે કોઈ પ્રક્રિયાનો ઉલ્લેખ નહીં હોવાથી, આજે મત પ્રક્રિયા કરવાની હતી. જેને લઈને આજે જનરલ બોડીની મીટીંગ પણ બોલાવવામાં આવી હતી. જો કે આજે બહુમતીથી આ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી.
તેમણે વધુમાં કહ્યું કે, હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખને આવી જ રીતે આ અગાઉ પણ દૂર કરાયા હતા. મતદારોએ તેમને બહુમતી પણ આપી છે, ત્યારે પદ ઉપર ટકી રહેવાની તેમની ફરજ છે. તેમણે બધું કહ્યું કે, હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનમાં બોગસ મતદારોના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. અને હાઇકોર્ટમાં કેસ ફાઈલિંગની નવી SOP વિરુદ્ધ તેમની લડત ચાલુ રહેશે.
શું હતો સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી , જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને 15 મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણી ગત ડિસેમ્બર મહિનામાં યોજાઈ હતી. જેમાં 1060 મતથી બ્રિજેશ ત્રિવેદીની જીત થઈ હતી અને હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બન્યા હતા. પરંતુ હવે બ્રિજેશ ત્રિવેદીને હટાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે તે માટે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તમાં કારણ બતાવવામાં આવ્યું છે કે, તેઓ ચૂંટાયા પછી આઠ મહિના થયા હોવા છતાં યોગ્ય કામગીરી કરી નથી અને હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશની ગરિમામાં ઘટાડો કર્યો છે. તે માટે એસોસિયેશનની મેનેજિંગ કમિટી દ્વારા રિઝોલ્યુશન કરીને બ્રિજેશ ત્રિવેદી સામે આ વિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. જેમાં 6412 મેમ્બરોએ સહી કરી હતી.
આ મામલે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેમની સામે ખોટા આક્ષેપો થાય છે, જે લોકોના માણસો પ્રમુખ તરીકે નથી ચૂંટાયા તેઓ અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેં આ ઇલેક્શનમાં હરીફ ઉમેદવાર કરતા 4060 વધુ મતોથી જીત હાસિલ કરી હતી. તો અવિશ્વાસની દરખાસ્ત મતદાતાઓની મજાક સમાન છે. મેં મારા કાર્યકાળમાં જુદી-જુદી કમિટીઓની રચના કરી છે.
આ પણ વાંચો: