બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગત 25 ઓક્ટોબરના રોજ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું, જ્યારે ચૌધરી સમાજે ભાજપમાં માંગેલી ટિકિટ ન મળતા 25 ઓક્ટોબરના રોજ માવજી પટેલ તેમજ જાંમા ચૌધરીએ અપક્ષમાં ફોર્મ ભર્યું હતું.
માવજી પટેલને મનાવવા દોડધામ: જોકે બંને જણાએ ફોર્મ ભરતા ભાજપમાં દોડધામ થઈ હતી. જ્યારે ગત મોડી રાત્રે માવજી પટેલને મનાવવા ભાજપના મોટા નેતાઓ દોડી આવ્યા હતા અને તેમને મનાવી લેવામાં આવશે. તેવી ચર્ચાઓ થઈ હતી. પરંતુ જો ઉમેદવારી પત્ર પાછી નહીં ખેંચે તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે.
ભાજપના નેતાઓ માવજી પટેલને મળ્યા: માવજી પટેલને મનાવવા મીડિયા પ્રભારી યજ્ઞેશ દવે, અધ્યક્ષ શંકર ચૌધરીના ભાઈ અને પૂર્વ સાંસદ પરબત પટેલ સહિતના નેતાઓએ માવજી પટેલને થરાદમાં એક ખાનગી જગ્યાએ મનાવવા માટે ગત મોડી રાત્રે મળ્યા હતા. જ્યારથી વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં માવજી પટેલે ફોર્મ ભર્યું છે. ત્યારથી જ ભાજપના આગેવાનો દ્વારા માવજી પટેલને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
ભાજપને મોટું નુકસાન થવાની શક્યતા: જ્યારે પૂર્વ સાંસદ પરબત પટેલ, મહામંત્રી કનુ વ્યાસ અને વસંત પુરોહિત સહિત માવજી પટેલને મનાવવા માટેના પ્રયાસો કર્યા હતા. માવજી ઉમેદવારી ન પરત ખેંચે તો ભાજપને મોટું નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. જ્યારે મિટિંગમાં માવજી પટેલ માન્યા કે નહીં માન્યા તે રહસ્ય હજુ અકબંધ છે. ભાજપના આગેવાનોમાંથી પટેલ સમાજમાંથી બે આગેવાનોએ અપક્ષમાં ઉમેદવારી કરી છે. જ્યારે વાવ વિધાનસભા માટે વટ રાખવા ભાજપ કોંગ્રેસ લડાવશે. એડીચોટીનું જોર જ્યારે ભાજપના આગેવાન માવજી પટેલ કેમ રિસાયા છે. એ બાબતે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યું છે.
માવજી પટેલ જનતા દળમાં ધારાસભ્ય હતા: વાવ તાલુકાના આકોલી ગામના વતની માવજી પટેલ વાવ અને થરાદ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. માવજી પટેલ પહેલા 20 મુદ્દા અમલીકરણ હાય પાવર કમિટીમાં પણ રહી ચૂક્યા છે. માવજી પટેલ વર્ષ 1990 માં જનતા દળમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને પટેલ સમાજમાં મોટું પ્રભુત્વ પણ ધરાવે છે. અગાઉ કોંગ્રેસમાં રહી ચૂક્યા ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા. થરાદ ખાતે એક વાર અપક્ષ પણ ચૂંટણી લડ્યા હતા જેમાં હાર થઈ હતી.
આ પણ વાંચો: