ETV Bharat / state

લોકસભા ચૂંટણીમાં દરેક ઘરે પહોંચવા ભાજપ 'ઘર ઘર ચલો' અભિયાન ચલાવશે - BJP Ghar Ghar Chalo Campaign - BJP GHAR GHAR CHALO CAMPAIGN

લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા જોરોશોરોથી તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે ભાજપ દ્વારા 'ઘર ઘર ચલો' અભિયાન તથા 6 એપ્રિલના રોજ ભાજપ સ્થાપના દિને સક્રિય કાર્યકર્તાઓના ઘરે પક્ષનો ધ્વજ ફરકાવશે.

ભાજપ દ્વારા 'ઘર ઘર ચલો' અભિયાન
ભાજપ દ્વારા 'ઘર ઘર ચલો' અભિયાન
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 6:39 AM IST

BJP GHAR GHAR CHALO CAMPAIGN

ગાંધીનગર: લોકસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપ દ્વારા ઘર ઘર ચલો અભિયાન શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમની રૂપરેખા ઘડવા માટે કમલમ ખાતે બેઠક યોજાઇ હતી. કાર્યકર્તાઓ સરકારે કરેલા કામોની યાદી લઇ ઘર ઘર સુઘી જશે. આ અભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ સક્રિય સભ્યો જોડાશે.

પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ અને ઘર ઘર ચલો અભિયાનના ઇન્ચાર્જ હિતેષભાઇ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાછલા દસ વર્ષમા દેશ વિકાસની દ્રષ્ટીએ ખૂબ આગળ વધ્યો છે. લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપના કાર્યકરો દ્વારા આગામી સમયમાં ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કર્યુ છે.

આ અભિયાન ત્રણ ચરણમાં ચલાવવામા આવશે. જેમાં પહેલા ચરણ 5 થી 6 એપ્રિલ, દ્વિતિય ચરણ 12 થી 13 એપ્રિલ તેમજ અંતિમ ચરણ 27 અને 28 એપ્રિલના રોજ યોજાશે.

  • ઘર ઘર ચલો સંપર્ક અભિયાનના પહેલા ફેઝ 5 થી 6 એપ્રિલે યોજાશે. જેમા પાંચમી એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દેશવાસીઓને સંબોધતો પત્ર ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન હોવાથી સક્રિય કાર્યકર્તાઓના ઘરે પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવશે.
  • અભિયાનના બીજા ચરણમાં 12 અને 13 એપ્રિલના રોજ જેમાં પાર્ટીનુ સ્લોગન “મારો પરિવાર...મોદીનો પરિવાર” સ્ટીકર પાર્ટીના શુભેચ્છકોના ઘરે લગાડવાનો કાર્યક્રમ યોજાશે. 13 એપ્રિલના રોજ ઉમેદવારનો પરિચય પત્રિકા બુથ સ્તરે વિતરણ કરવામા આવશે.
  • અભિયાનના ત્રીજા અને અંતિમ ચરણ 27 અને 28 એપ્રિલના રોજ મતદારયાદીની સમીક્ષા, બુથમા જ્ઞાતિસહ બેઠક યોજાશે. બુથ એજન્ટની નિમણુક કરી તેમની સાથે બેઠકનુ આયોજન કરવામા આવશે. તેમજ મતદાન વધે તે માટે ભાજપના કાર્યકર્તાઓ પ્રયાસ કરશે.
  1. ભાજપ દેશનું સૌથી મોટું લોન્ડ્રી મશીન, જે નેતા આવે તેના ભ્રષ્ટાચારના દાગ ધોવાઇ જાય છેઃ સોનલ પટેલ - Congress leader Sonal Patel
  2. ચૂંટણીમાં મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશેઃ ચૂંટણી પંચ - Election Commission of india

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.