ETV Bharat / state

Election 2024: ગુજરાતની લોકસભાની 15 સીટો માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, સી.આર.પાટીલને... - ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ

સતત ચોથી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નવસારી બેઠક માટે સી.આર.પાટીલ પર ભરોસો મૂક્યો છે. લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ લિસ્ટ આવી ગઈ છે જેમાં નવસારી લોકસભા બેઠક પરથી ફરી એક વખત સીઆર પાટીલ ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ નોન ગુજરાતી ભાજપના પ્રદેશ પ્રમુખ છે.

CR Patil
CR Patil
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 2, 2024, 6:50 PM IST

Updated : Mar 2, 2024, 7:31 PM IST

સી.આર.પાટીલની પ્રેસ કોન્ફરન્સ

સુરત : સતત ચોથી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નવસારી બેઠક માટે સી.આર.પાટીલ પર ભરોસો મૂક્યો છે. લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ લિસ્ટ આવી ગઈ છે જેમાં નવસારી લોકસભા બેઠક પરથી ફરી એક વખત સીઆર પાટીલ ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ નોન ગુજરાતી ભાજપના પ્રદેશ પ્રમુખ છે.

4થી વખત નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે સી.આર.પાટીલ

ત્રણ ટર્મ થી સાંસદ છે પાટીલ: નવસારી બેઠક પર છેલ્લા ત્રણ ટર્મ થી સાંસદ છે . 2014 અને 2019માં તેઓ સૌથી વધુ માર્જિનથી જીતી હોવાને કારણે તેઓ રાષ્ટ્રીય કક્ષા પર લોકોની નજરે આવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા.2019 માં, તેમણે 689,668 મતોના વિક્રમી માર્જિન સાથે ચૂંટણી જીતી હતી જે ચૂંટણી ઇતિહાસમાં બીજા ક્રમનું સૌથી વધુ માર્જિન હતું.2014 માં, તેઓ 5,58,116 મતોના વિક્રમી માર્જિનથી ચૂંટાયા હતા, જે સમગ્ર ભારતમાં ત્રીજા સૌથી વધુ મતો મેળવનાર ઉમેદવાર હતા જ્યારે વર્ષ 2009માં તેઓએ 4.23413 મતો મેળવ્યા હતા.

સુરતની ITIમાં અભ્યાસ કર્યો હતો: ગુજરાતમાં નોન-ગુજરાતી વ્યક્તિને ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે. . કોન્સ્ટેબલથી સાંસદ સુધીની સફરએકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો.પાટીલે શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો હતો.

16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉતમાં થયો જન્મ

પોલીસ વિભાગ માટે યુનિયન બનાવ્યું: વર્ષ 1975માં પિતા અને અનેક લોકોને જોઈને પાટીલ ગુજરાત પોલીસમાં જોડાયા હતા. સરકારી નોકરીમાં તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. સી આર પાટીલ ખાસ કરીને પોલીસ વિભાગને સંગઠિત કરવા માટે બનાવવામાં આવેલા યુનિયન માટે પણ જાણીતા છે.પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહિ. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતું નહીં. તે મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહિ અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા હતાં. ત્યારબાદથી તેઓ સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતાં.

  1. Bharat jodo nyay yatra: ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇનેકોંગ્રેસની કેવી છે તૈયારી ?
  2. PM Modi Bihar: બિહારના ઔરંગાબાદમાં બોલ્યાં પીએમ મોદી, કહ્યું 'બિહારનો વિકાસ મોદીની ગેરંટી'

Last Updated : Mar 2, 2024, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.