ગાંધીનગર: પશ્રિમ બંગાળમાં મહિલા ડોકટર પર હોસ્પિટલમાં બળાત્કાર બાદ જઘન્ય રીતે હત્યાના મુદ્દે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલએ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મહિલા ડોકટર સાથે રેપ પછી હત્યાની ઘટના સંદર્ભે પશ્ચિમ બંગાળની સરકારે જે રીતે કાર્યવાહી કરી છે તે નિંદનીય છે. મહિલાઓ સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટના પશ્ચિમ બંગાળમા વધુ થાય છે કારણ કે, મમતા બેનર્જી TMCના ગુંડાઓને પ્રોત્સાહીત કરી રહી છે તેને રક્ષણ આપી રહી છે. મહિલા સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટનાની જવાબદારી મમતા બેનર્જીએ લેવી જોઇએ. કારણ કે, તે બંગાળમા કાયદો-વ્યવસ્થા જાળવી શક્તા નથી. મમતા બેનર્જી બંગાળમા વોટબેંકની રાજનીતિ માટે તૃષ્ટીકરણની રાજનીતી અને હિસંક પ્રવૃતિ કરનારને પ્રોત્સાહિત કરી રહી છે.
ડોકટર સાથે બળાત્કારની ઘટનાથી સમગ્ર દેશમાં રોષ: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલે બંગાળની TMC સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં મહિલા ડોકટર સાથે બળાત્કારની ઘટનાથી દેશભરમાં આઘાતના પ્રત્યાઘાત પડી રહ્યા છે. આવી નિંદનીય ઘટના સંદર્ભે પશ્ચિમ બંગાળની સરકારે જે રીતે કાર્યવાહી કરી છે. તે નિંદનીય છે. મહિલા ટ્રેની ડોક્ટર સાથે ઘટના પછી તેમના પરિવારજનોને ફોન કરી જણાવવામાં આવે છે કે તમારી દિકરીએ આત્મહત્યા કરી છે. તેમના માતા-પિતા હોસ્પિટલ આવ્યા તો તેમને 3 કલાક જેટલા સમય સુઘી બેસાડી રાખવામા આવ્યા હતા. ટ્રેની ડોકટર સાથે રેપ કરી હત્યા કરવાની ગંભીર ઘટનામા પશ્ચિમ બંગાળની પોલીસે કુદરતી મોત થયાનો FIRમા ઉલ્લેખ કર્યો.
TMC અને સ્થાનિક પોલીસ વચ્ચે સીધો સંબંધ: મહિલા ડોક્ટર સાથે આ ઘટના પછી દેશભરમાં આક્રોશ જોવા મળ્યો અને કોલેજના પ્રિન્સીપાલે આ ઘટનાથી રાજીનામુ આપ્યું અને બીજી હોસ્પિટલમાં તેમને પ્રિન્સીપાલના હોદ્દો આપવામા આવ્યો છે. આવી નિંદનીય ઘટનાના આરોપીઓને TMCના નેતાઓ અને સ્થાનિક પોલીસ સાથે સબંધ હોવાનો વાત પણ બહાર આવી છે. મહિલા ડોકટર હોસ્પિટલના ત્રીજા માળે સેમિનાર હોલમા વાંચન કરવા ગઇ હતી પરંતુ તે જ સ્થળે ડોકટર બેભાન અવસ્થામાં જોવા મળી હતી. મહિલા ડોકટર સાથે રેપ કરી હત્યા કરવાની ઘટનામા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અપરાઘીઓને કડક સજા થાયે તે પ્રયાસ કરવાની જગ્યાએ રાજનીતી કરી રહી છે. પ્રિન્સીપાલની ઘટનામા પુછપરછ કરવામા આવી નથી અને તરત જ બીજી હોસ્પિટલમાં પણ તેમની નિમણુંક કરવામા આવે છે તે દર્શાવે છે કે આ કેસમા સરકારના નેતાઓ અને પોલીસે પણ આરોપીઓને છાવરી રહી છે.
મમતા બેનર્જી દ્વારા TMCના ગુંડાઓને પ્રોત્સાહન: આ મુદ્દે હાઇકોર્ટે પણ કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. મહિલાઓ સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટના પશ્ચિમ બંગાળમાં વધુ થાય છે કારણ કે, મમતા બેનર્જી TMCના ગુંડાઓને પ્રોત્સાહીત કરી રહી છે તેને રક્ષણ આપી રહી છે. 2021માં પણ વિરોઘી પાર્ટીના સમર્થક હતા. તેમને પણ એક પ્લાનિંગ સાથે કાર્યકર્તાઓ અને ઉમેદવાર મહિલાઓને જાહેરમાં નિર્વસ્ત્ર કરવાની ઘટના સામે આવી હતી. તેમજ 14 વર્ષની દિકરી પર 2021માં પણ બળાત્કારની ઘટના સામે આવી હતી અને આ ઘટનાના આરોપી TMCના નેતાના દિકરાએ પીડિતાના પરિવારને બંદૂક બતાવી ઘમકાવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ખૂબ નિદર્યતા પૂર્વક કામ કરી રહી છે. રાજનીતિ થકી દેશને નબળો પાડવાનો પ્રયાસ કરી રહી છે. ધર્મનિર્પક્ષતાના આધારે બાંગ્લાદેશીઓને બંગાળમાં ઘૂસાડવામા આવે છે. મમતા બેનર્જી બંગાળમાં વોટબેંકની રાજનીતી માટે તૃષ્ટીકરણની રાજનીતિ અને હિંસક પ્રવૃતિ કરનારને પ્રોત્સાહિત કરી રહી છે.