ETV Bharat / state

BJP Releases Second List : ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, હસમુખ પટેલ અને રંજન ભટ્ટ રીપીટ - Loksabha Election 2024

કેન્દ્રીય ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાતના સાત ઉમેદવારોમાં હસમુખ પટેલ અને રંજન ભટ્ટ રીપીટ થઇ રહ્યાં છે. જ્યારે દર્શના જરદોશ, ભારતી શીયાળ, કેસી પટેલ, દિપસિંહ રાઠોડ, ગીતાબેન રાઠવા કપાયા છે. હવે અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણામાં ભાજપે ઉમેદવારો જાહેરાત બાકી રહી છે.

BJP Releases Second List : ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, હસમુખ પટેલ અને રંજન ભટ્ટ રીપીટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 13, 2024, 9:28 PM IST

અમદાવાદ : ભાજપે લોકસભાના 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 7 બેઠકાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. સાત પૈકી બે ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે પાંચ સીટ પરથી નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. Body:અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વડોદરાથી સીટીંગ સાંસદ રંજન ભટ્ટ પણ ટીકીટ મેળવવામાં ભાગ્યશાળી રહ્યા છે. જ્યારે સુરત બેઠક પરથી કેન્દ્રીય મંત્રી દર્શના ઝરદોષ કપાયા છે. તેમના સ્થાને પૂર્વ સ્ટેન્ડિગ કમીટી અધ્યક્ષ મુકેશ દલાલને ટીકીટ આપવામાં આવી છે. ભાવનગર બેઠક પરથી ભારતી શીયાળના સ્થાને પૂર્વ મેયર નીમુબેન બાંભણીયાને ટીકીટ આપવામાં આવી છે. વલસાડથી કેસી પટેલના સ્થાને ધવલ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડના સ્થાને ભીખાજી ઠાકોર ચુંટણી મેદાનમાં ઝપલાવશે. છોટાઉદેપુર ટીય પરથી ગીતાબેન રાઠવાના સ્થાને જસુ રાઠવા ચૂંટણી લડશે.

ગુજરાતમાં 22 સીટ પર ઉમેદવાર જાહેર, માત્ર ચાર પર બાકી : ભાજપે ગુજરાતની કુલ 26 સીટ પૈકી 22 સીટ પર ઉમેદવાર જાહર કર્યા છે. હવે માત્ર અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણામાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા નથી. અમરેલીથી નારણ કાછડીયા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, સુરેન્દ્રનગરથી ડો.મહેન્દ્ર મુંજપરા અને મહેસાણાથી શારદાબેન પટેલ સાંસદ છે. શારદાબેન પટેલે સામેથી ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું પત્તું કપાયું : ભાજપે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટીકીટ કાપી છે. તેના સ્થાને મુકેશ દલાલને ટીકીટ આપી છે. મૂળ સુરતી મુકેશ દલાલ સુરત શહેર ભાજપના મહામંત્રી છે. તેઓ એસએમસીમાં સ્ટેન્ડિંગ ચેરમેનનો હોદ્દો ભોગવી ચુક્યા છે. સુરત પીપલ્સ બેંકના ચેરમેન રહી ચુક્યા છે. તેઓ સુરત ક્રિકેટ બોર્ડ અને સાર્વજનીક એજ્યુકેશન સોસાયટીમાં હોદ્દો ધરાવે છે. તે 43 વર્ષથી ભાજપમાં કાર્યરત છે. સુરત મનપામાં ત્રણ ટર્મ કોર્પોરેટર તરીકે ફરજ બજાવી છે. હિન્દુ મોઢવણીક સમાજના મુકેશે બકોમ, એમબીએ, એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેઓ ટેક્સટાઇના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

વલસાડના ઉમેદવાર ધવલ પટેલ કોણ છે : વલસાડ જિલ્લા પંચાયતમાં ધવલ પટેલ સભ્ય છે. તેઓ જિલ્લા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ અધ્યક્ષ છે. તેમણે બીટેક, કોમ્પ્યુટર એન્જિનિયરીંગ, એમબીએનો અભ્યાસ કર્યો છે. ધવલ ઘોળયા પટેલ સમાજમાંથી આવે છે. હાલમાં તેઓ એસટી મોરચાના નેશનલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે જંગ થશે.

સાબરકાંઠાથી ભાજપે ભીખાજી ઠાકોરને ટિકીટ આપી : તા.06-01-1968 માં જન્મેલા ભીખાજી ઓબીસી ઠાકોર સમાજમાંથી આવે છે. તેમણે ધો.10 સુધી અભ્યાસ કર્યો છે. તેવ્યવસાયે ખેતીકામ કરે છે. સ્થાનીક સ્વરજની ત્રણ ચુંટમી જીત્યા છે. હાલમાં ભીખાજી અરવલ્લી જિલ્લા ઉપ પ્રમુખ, સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન અને વીએતપી કાર્યકર છે.

અમદાવાદ પૂર્વમાં ભાજપે સાંસદ રીપીટ કર્યાં : આ બેઠક પર ફરીથી સાંસદ હસમુખ પટેલ પર ભરોસો કર્યો છે. તેઓ અમરાઇવાડીથી 2 વાર ધરાસભ્ય પણ રહી ચુક્યા છે. તા.11-11-1960 ના રોજ જન્મેલા હસમુખ કડવા પટેલ સમાજાંથી આવે છે. તેઓ એએમસીમાં 2 ટર્મ કોર્પોરેટર પણ રહ્યા છે. એસ્ટેટ કમીટી અને વોટર સપ્લાય કમીટી ચેરમેન તરીકે કાર્યરત હતા. છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં ફરજ બજાવે છે. હસમુખભાઇ અને કોંગ્રેસના રોહન ગુપ્તા વચ્ચે સીધો મુકાબલો થશે.

નીમુબેન બાંભણીયાને ટિકીટ : ભાવનગર બેઠક પરથી ભારતી શિયાળના સ્થાને પૂર્વ મેયર નીમુબેન બાંભણીયાને ટીકીટ આપવામાં આવી છે. નીમુબેન બે ટર્મ ભાવનગરના મેયર રહ્યા છે. તળપદા કોળી સમાજમાંથી આવતા નીમુબેનનો જન્મ તા.08-09-1966 માં થયો છે. તેમણે બીએસસી બીએડ સુધી અભ્યાસ કર્યો છે. ત્રણ ટર્મ કોર્પોરેટ તરીકે ચુંટાઇ આવ્યા છે. 20 વર્ષથી જાહેર જીવનમાં કાર્યરત છે. હાલમાં જૂનાગઢ સીટી ભાજપ પ્રભારી છે. નીમુબેનની સીધી ટક્કર આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે થશે.

વિવાદો છતાં રંજનબેન ટિકીટ લઇ ગયાં : વડોદરાથી હાલના સાંસદ રંજન ભટ્ટ પણ ટિકીટ મેળવવામાં સફળ રહ્યા છે. બ્રાહ્મણ સમાજમાંથી આવતા રંજનબેને ધ.12 સુધી અભ્યાસ કર્યો છે. તેઓ એલઆઇસી એજન્ટ રહી ચુક્યા છે. 2 ટર્મ સાંસદ અને બે ટર્મ વડોદરા મહાનગર પાલીકામાં કોર્પોરેટર રહી ચુક્યા છે. 30 વર્ષથી જાહેર જીવનમાં કાર્યરત રંજનબેન ડે.મેટર, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે ફરજ બજવી ચુક્યા છે. કોંગ્રેસે વડોદરાથી ઉમેદવાર જાહેર કર્યો નથી.

નારણ રાઠવાને ટિકીટ મળી નથી : છોટાઉદેપુર બેઠક પરથી ગીતાબેન રાઠવાના સ્થાને જસુ રાઠવાને ભાજપે ટીકીટ આપી છે. તેમણે ગત વિધનસભા ચૂંટણીમાં ભાજપ સામે બળવો કર્યો હતો. જોકે બાદમાં તેઓ ફરીથી ભાજપમાં જોડાયા હતા. તા.28-12-1970 માં જન્મેલા જસુ રાઠવા જનજાતિ રાઠવા સમાજમાંથી આવે છે. તેમણે બીએ સુધી અભ્યાસ કર્યો છે. તે પ્રદેશ એસટી મોરચાના ઉપાધ્યક્ષ અને છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ પણ રહ્યા છે. લોકસભા ટિકીટની લાલચે તાજેતરમાં ભાજપમાં જોડયેલા નારણ રાઠવાને ટીકીટ મળી નથી.

  1. BJP Releases Second List : ભાજપે લોકસભા ચૂંટણી માટે 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, ગુજરાતના વધુ 7 નામ જાહેર
  2. LS Poll Candidates : પીએમ મોદી અને એચએમ અમિત શાહની હાજરીમાં ભાજપની બીજી યાદીના નામોની ચર્ચા, કેન્દ્રીય ચૂંટણી સમિતિ બેઠક સંપન્ન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.