ETV Bharat / state

સાબરકાંઠા બેઠકનો ભડકો ડામવા ખુદ CM પટેલ મેદાને ઉતર્યા, ભીખાજીનો સૂર બદલાયો ! - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારી મુદ્દે મુખ્યમંત્રી આવાસ ખાતે ભાજપની હાઈ લેવલની બેઠક મળી છે. સાબરકાંઠા જિલ્લામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાનો સતત વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને ડામવા માટે સીએમ પટેલ અને પ્રદેશ ભાજપ હાઈ કમાન્ડ મેદાનમાં ઉતાર્યા છે.

સાબરકાંઠા બેઠકનો ભડકો ડામવા ખુદ CM પટેલ મેદાને ઉતર્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 30, 2024, 3:39 PM IST

Updated : Apr 2, 2024, 3:47 PM IST

મુખ્યમંત્રી આવાસ ખાતે ભાજપની હાઈ લેવલની બેઠક મળી

ગાંધીનગર : સાબરકાંઠાના પૂર્વ ઉમેદવાર ભીખાજી ઠાકોરના સમર્થકો શોભનાબેનનો સખત વિરોધ કરી રહ્યા છે. લોકસભાના ઉમેદવાર પસંદગીમાં થયેલા કકળાટને શાંત કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલ ખૂદ વચ્ચે પડ્યા છે. આ બેઠકમાં સીએમ પટેલ અને સીઆર પાટીલે ભાજપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવો વિરોધ પ્રદર્શન બંધ કરાવવા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આગેવાનો અને ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી.

  • CM પટેલ વચ્ચે પડ્યા

આ બેઠકમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર શોભના બારૈયા પણ હાજર રહ્યા હતા. શોભનાબેન સાથે પ્રદેશ મોવડી મંડળે સીધી ચર્ચા કરી હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, પ્રદેશ મહામંત્રી રાજની પટેલ, સાંસદ રમીલાબેન બારા અને અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • શોભના બારૈયાનો સખત વિરોધ

ભીખાજી ઠાકોરના સમર્થકો શોભના બારૈયાનો સતત વિરોધ કરી રહ્યા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કેટલાક સભ્યોએ શોભનાબેનના વિરોધમાં રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે. શોભના બારૈયા કોંગ્રેસી ગૌત્રના હોવાથી ભાજપ કાર્યકરો સતત વિરોધ કરી રહ્યા છે. શોભનાબેનના પતિ મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા. મહેન્દ્રસિંહ 2022 વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.

  • ક્યાંથી થઈ વિવાદની શરૂઆત

13 માર્ચના રોજ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભીખાજી દૂધાજી ઠાકોરની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઉમેદવાર જાહેર થયા બાદ ભીખાજી ઠાકોરની અટકનો મુદ્દો ઉછળ્યો હતો. તેઓ ઠાકોર સમાજમાંથી નથી તેવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દશેરાના દિવસે તીરકામઠાની પૂજા કરતા ફોટો સામે આવ્યા હતા. ભીખાજી ઠાકોર હોય તો તીર કામઠાની પૂજા કેમ કરે તેવી ચર્ચા વહેતી થઈ હતી.

  • પછી ટિકિટ કપાઈ...

ભાજપ મોવડી મંડળે વડોદરા રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા ભીખાજી ઠાકોરની ટિકિટ બદલી હતી. ભીખાજી ઠાકરે વ્યક્તિગત કારણસર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હોવાની જાહેરાત કરી હતી. ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પડતા પક્ષે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી.

  • ભાજપનો દાવ ઊંધો પડ્યો...

ભીખાજી ઠાકોરનો વિરોધ થતા ભાજપે વિરોધને ડામવા માટે ઉમેદવાર બદલ્યો હતો. પરંતુ ભાજપનો આ દાવ ઊંધો પડ્યો હતો. નવા નામની જાહેરાત થતાં સ્થાનિક કાર્યકરો નારાજ થઈ ગયા હતા. હવે પક્ષના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠામાં તેમના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી.

  • શોભનાબેન બારૈયાનો વિરોધ શા માટે ?

સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. મહેન્દ્રસિંહ કોંગ્રેસમાં હતા અને 2022 ની વિધાનસભા ચૂંટણી વખતે તેઓ ભાજપમાં જોડાયા હતા. શોભનાબેન બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની છે. તેઓ પ્રાંતિજના બાલિસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. 30 વર્ષ શિક્ષક તરીકે કામ કર્યા બાદ ચૂંટણી લડવા માટે તેમણે રાજીનામું આપ્યું છે. તેમને ટિકિટ મળતા ભાજપના જૂના કાર્યકરો અને નેતામાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સાબરકાંઠા બેઠકનો ઉમેદવાર નહીં બદલવામાં આવે તો તેઓ રાજીનામું આપી દેશે. શોભનાબેન બારૈયા કોંગ્રેસના આયાતી ઉમેદવાર છે. તેમને ટિકિટ આપવાથી પક્ષના પાયાના કાર્યકરો નારાજ છે. 40 વર્ષથી મહેનત કરતા કાર્યકર્તાને આક્રોશ છે.

  • વિરોધ ડામવા હાઈલેવલ બેઠક

સાબરકાંઠાના હિંમતનગરમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ બેઠક કરી હતી. આ બેઠક બંધબારણે 3 કલાક ચાલી હતી. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં અરવલ્લીના ભીખુસિંહ પરમાર, MLA પી.સી.બરંડા, પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભીને બોલાવાયા હતા. આ બેઠકમાં કોઈ નક્કર પરિણામ ન આવતા આજે મુખ્યમંત્રી નિવાસ્થાને ફરીથી બેઠક મળી છે. સાબરકાંઠા બેઠકના ઉમેદવાર બદલાશે કે નહીં તેની પર સૌની નજર છે.

  • ભીખાજી ઠાકોર ભડક્યા

ગત 26 માર્ચના રોજ કમલમ ખાતે આવી પહોંચેલા ભીખાજી ઠાકોરે આ મામલે મીડિયા સામે બળાપો વ્યક્ત કર્યો હતો. ભીખાજીએ ભાજપે જાહેર કરેલ સાબરકાંઠા લોકસભાના ઉમેદવારને લઈને નારાજગી દર્શાવતા કહ્યું કે, વર્તમાન ઉમેદવાર શોભના બારૈયા આયાતી ઉમેદવાર છે. અમારા વિસ્તારમાં ભારે આક્રોશ છે.

  • પ્રદેશ અધ્યક્ષ સાથે મીટીંગ બાદ ભીખાજીનો સૂર બદલાયો

ભીખાજી ઠાકોરને ભાજપના નેતાઓ સમજાવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ ભીખાજી ઠાકોર નરમ પડ્યા હતા. બાદમાં તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું પાર્ટીની સાથે જ છું અને પાર્ટીનો નિર્ણય સર્વમાન્ય છે. જે કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તે જો મારા સમર્થકો હશે, તો હું તેમને ચોક્કસ સમજાવીશ કે વિરોધ પ્રદર્શન ન કરે.

હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ વિરોધ પ્રદર્શન તોડવામાં સફળ થાય છે કે નહીં ?

  1. સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર શોભના બારૈયા વિરુદ્ધ ભીખાજી ઠાકોરે ઉત્પાત મચાવ્યો - Loksabha Election 2024
  2. સાબરકાંઠા લોકસભા બેઠક 5 લાખથી વધારે લીડ થી જીતીશઃ શોભનાબેન બારૈયા - Sabarkantha Lok Sabha Seat

Last Updated : Apr 2, 2024, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.