ભાવનગર: દેશમાં લોકસભા બેઠકની ગણતરીને કલાકો બાકી રહ્યા છે ત્યારે ETV BHARATએ ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા સાથે ખાસ વાતચીત કરી હતી. નિમુબેન અને હરિફના ઉમેદવારને જે પળની રાહ હતી તે 4 જૂન આવતીકાલે છે ત્યારે નિમુબેન બાંભણીયાએ શું કહ્યું જાણો-
આવતીકાલ ગણતરી ત્યારે ઉમેદવારની સ્થિતિ: ભાવનગર ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણીયા પોતાના રોજીંદા જીવનની જેમ એક મહિનો વિતાવ્યો છે અને હવે જે ઘડીની રાહ છે તે 4 જુનને કલાકોની ગણતરી બાકી છે. નિમુબેન બાંભણીયા પોતાના ઘર પરીવાર સાથે સમય વિતાવ્યો છે. આકરી ગરમીમાં દિવસો પસાર થયા બાદ 4 જુનની રાહ પૂર્ણ થવા જઈ રહી છે. નિમુબેન સવારે 9 કલાક આસપાસ મત ગણતરી સેન્ટર ઉપર આવી શકે છે.
નિમુબેન બાંભણીયાએ ETV BHARATને શું કહ્યું: વેકેશનનો સમય અને બાળકો સાથે શિક્ષક તરીકે સમય વિતાવનાર નિમુબેને એક-એક દિવસની ગણતરી કરી હશે ત્યારે ETV BHARATએ નિમુબેન બાંભણીયા સાથે ખાસ વાતચીત કરી હતી. નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે તક મને આપી છે. લોકસભા ઉમેદવાર તરીકે મને જ્યારે ઉમેદવાર તરીકે જ્યારે મને જાહેર કરી છે, ત્યારે હું મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈને દરેક સમાજનો વિકાસ કર્યો છે.
જનતાના વિશ્વાસથી મોટી લીડથી જીત થશે: અમે જ્યારે ચૂંટણીમાં જતા ત્યારે લોકોનો અમને વિશ્વાસ અને પ્રેમ મળ્યો છે. નરેન્દ્રભાઈને જનતા જનાર્દને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને ત્રીજી વખત નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે ભાવનગર બોટાદ લોકસભામાં અમે જે જનતાનો પ્રેમ જોયો છે. લાગણી જોઈ છે અને અમારા કાર્યકર્તાઓએ ખૂબ કામ કર્યું છે.અમારા ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશ નેતૃત્વ અમારા ધારાસભ્ય અને અમારા પ્રમુખ સૌ અને કાર્યકર્તાઓએ ખૂબ પરિશ્રમ કર્યો છે. ત્યારે ચોક્કસ કાલે અમે ખૂબ લીડ લઈને જીતવાના છીએ અને જનતા જનાર્દનને અમારી પર વિશ્વાસ આપ્યો છે. ત્યારે અમે ખૂબ મોટી લીડ થી જીતીએ એવી આશા પણ વ્યક્ત કરું છું.