ETV Bharat / state

ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે ચિરાગ પટેલને ટિકીટ ફાળવી - Khambhat assembly election

ગત વિધાનસભા 2022માં 3700ની લીડથી જીત મેળવનાર કોંગ્રેસના ચિરાગ પટેલ થોડા સમય અગાઉ ભાજપમાં જોડાયા હતા

Etv BharatKhambhat assembly election
Etv BharatKhambhat assembly election
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 27, 2024, 2:04 PM IST

આણંદ: જિલ્લામાં લોકસભા ચૂંટણીની સાથોસાથ ખંભાત વિધાનસભા ચૂંટણી પણ યોજાનાર છે. ખંભાત વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે થોડા સમય અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં ભળેલા, ખંભાતના પૂર્વ કોંગી ધારાસભ્ય ચિરાગ પટેલને ટિકીટ ફાળવવામાં આવી છે. ભાજપી અગ્રણીઓ અને શુભેચ્છકોએ ચિરાગ પટેલને શુભેચ્છા પાઠવી હતી.

રોજગાર, શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય: મીડિયા સાથેની વાતમાં તેમણે જણાવ્યુ હતું કે, આગામી દિવસોમાં ખંભાતમાં રોજગાર, શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપવામાં આવશે. સાથોસાથ સર્વાગી સમાજના વિકાસ માટે કામગીરી હાથ ધરવામાં આવશે.

વિધાનસભા ર૦રરમાં કોને કેટલા મત: ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ર૦રરમાં ખંભાત વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ તરફથી ધો.10 પાસ અને વ્યવસાયે કોન્ટ્રાકટર ચિરાગ પટેલને 69069 મળ્યા હતા, ભાજપના મયુર રાવલને 65358 મળ્યા હતા અને અપક્ષ ઉમેદવાર મહિપતસિંહે 9514 મત મળ્યા હતા.

ભાજપ પ્રદેશાધ્યક્ષે અગાઉથી જ ચિરાગ પટેલની ટિકીટ નકકી કરી હતી: ઉલ્લેખનીય છે કે,વિધાનસભા ચૂંટણી 2022માં બે દસકા બાદ ભાજપ સામે આ બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલે 3711 મતથી જીત મેળવી હતી. દરમ્યાન લોકસભાની હલચલ શરુ થતા ભાજપ દ્વારા કોંગી અગ્રણીઓએ ભગવા હેઠળ આવકારવાના ઠેર-ઠેર સમારંભો યોજયા હતા. જેમાં ખંભાતના કોંગી ધારાસભ્યપદેથી રાજીનામુ આપનાર ચિરાગ પટેલનો ભાજપમાં આવકાર સમારોહ યોજાયો હતો .ખંભાતમાં યોજાયેલ આ સમારોહમાં ઉપસ્થિત ભાજપ પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલે ચિરાગ પટેલને ભાજપમાં આવકારતા કહયું હતું કે, તેઓ પેટા ચૂંટણીમાં ચિરાગ પટેલની વિજય યાત્રામાં જોડાવવા આવશે.આમ, તે સમયથી જ ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચિરાગ પટેલની ટિકીટ નકકી કરવામાં આવી હતી.

238 મતદાન મથકોએ બે-બે ઇવીએમ: ખંભાત વિધાનસભા વિસ્તારમાં તમામ 238મતદાન મથકોએ બે-બે ઇવીએમ મૂકાશે. આ બેઠકના મતદારો લોકસભા ઉપરાંત વિધાનસભા પેટાચૂંટણીના એમ બે ઉમેદવારોને મત આપશે.

છ બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર: ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર કરવાની સાથોસાથ ગુજરાતમાં છ બેઠકોની પેટા ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. જેમાં ખંભાત બેઠકની પેટા ચૂંટણી 7મે,2024ના રોજ યોજાશે. આ વિધાનસભા મત વિસ્તારમાં તમામ 238 મતદાન મથકોએ બે-બે ઇવીએમ હશે. જેમાં મતદારો લોકસભા ઉપરાંત વિધાનસભાના ઉમેદવાર એમ બે ઉમેદવારને મત આપશે.

આજે સાંજ સુધીમાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશેની સંભાવના: ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા બાદ કોંગ્રેસમાંથી કોને ટિકીટ ફાળવાશે તે ચર્ચાઓએ જોર પકડયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર સાથે વાત કરતા તેઓએ અમિતભાઇ ચાવડાની બોરસદ ખાતેના કાર્યાલયમાં સૌ વ્યસ્ત હોવાથી થોડા સમય સુધીમાં ખંભાત માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર કરાશેની સંભાવના વ્યકત કરી હતી.

  1. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સ્વીપ, બેંક, દિવ્યાંગ, ખર્ચના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ - District Election Officer
  2. મધ્ય ગુજરાતમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા, અમિત ચાવડાએ કર્યો પરિવર્તનનો દાવો - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.