ETV Bharat / state

ટ્રેનના લોકો પાયલોટની સૂઝબૂઝ અને તકેદારી, સિંહ અને તેના બચ્ચને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા - LION AND ITS CUB SAVED

ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી આ વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 104 સિંહોના જીવ બચાવાયા છે.

સિંહ અને તેના બચ્ચને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા
સિંહ અને તેના બચ્ચને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2024, 8:36 AM IST

ભાવનગર: જિલ્લા રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 104 સિંહોના જીવ બચાવાયા છે.

સિંહો જોતાં માલગાડીને રોકી દીધી: ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, માશૂક અહમદે માહિતી આપી હતી કે, 15 ડિસેમ્બર 2024 એટલે કે રવિવારના રોજ લોકો પાયલોટ ધવલભાઈ પી. (મુખ્ય મથક-સુરેન્દ્રનગર)એ કિમી 22/14-22/15 વચ્ચે રાજુલા સિટી-પીપાવાવ સેક્શનમાં 5 સિંહોને રેલવે ટ્રેક પાર કરતા જોયા હતા. તેમણે તરત જ ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવીને હાપાથી પીપાવાવ પોર્ટ તરફ જતી માલગાડીને રોકી દીધી હતી. ત્યારબાદ આ ઘટના સંદર્ભે ટ્રેન મેનેજર (ગાર્ડ) લોકેશ સાહ (હેડક્વાર્ટર-બોટાદ) ને લોકો પાયલોટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ગાર્ડે ઘટનાસ્થળે પહોંચીને તમામ સ્થિતિ સામાન્ય જણાતાં ટ્રેનને પ્રસ્થાનનો સંકેત આપ્યો અને ત્યારબાદ લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.

ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન અટકાવી: આ ઉપરાંત લોકો પાયલોટ સુનીલ પંડિત (મુખ્ય મથક-જૂનાગઢ)ને ચલાલા-ધારી સેક્શનમાં કિ.મી. 53/2-53/3 વચ્ચે એક સિંહણ બે બચ્ચા સાથે રેલવે ટ્રેક ક્રોસ કરતી જોવા મળી હતી. ઘટનાની ગંભીરતાને સમજતા લોકો પાયલોટ દ્વારા પેસેન્જર ટ્રેન નંબર 09292 અમરેલી-વેરાવળને ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેન મેનેજર (ગાર્ડ) વિદ્યાનંદ કુમાર (મુખ્યમથક-જૂનાગઢ) ને લોકો પાઇલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફોરેસ્ટ ગાર્ડ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા.

ઘટના સ્થળે તેમણે જોયું કે, સિંહો રેલવે ટ્રેક પરથી દૂર હટી ગયા છે ત્યારપછી જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જણાતા ફોરેસ્ટ ગાર્ડ દ્વારા લોકો પાયલોટને આગળ વધવાની માહિતી આપવામાં આવી હતી. ડિપાર્ચર સિગ્નલ મળ્યા બાદ, ટ્રેનને લોકો પાયલોટ દ્વારા ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.

પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા: આ સમગ્ર ઘટના અંગેની માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

  1. મારણ કરી મીજબાની માણતા સિંહનો વીડિયો વાયરલ, બાળસિંહ સાથે નીકળ્યો સિંહ પરિવાર
  2. અમરેલીમાં 2 સિંહ મિત્રોની જોડી ખંડીત, 1 સિંહનું ટ્રેનની અડફેટે મોત, સિંહ પ્રેમીઓમાં શોક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.