ETV Bharat / state

ખાતરમાં પથરાં ભરી ખેડૂતને પધરાવ્યાઃ મોડું આપ્યું ઉપરથી મોળું આપ્યું, જૂઓ શું જવાબ આપે છે તંત્ર - BHAVNAGAR FARMER NEWS

એક તો ખાતર મોડું મળ્યું અને એમાં પણ પથ્થર નીકળતા ખેડૂત લાલઘૂમ : DAP ખાતરને લઈને તંત્રનો જવાબ અને સ્થિતિ જાણો

ખાતરમાં પથરાં ભરી ખેડૂતને પધરાવ્યા
ખાતરમાં પથરાં ભરી ખેડૂતને પધરાવ્યા (Etv BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : 12 hours ago

ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં DAPને લઈને કકળાટ રહેતો હોય છે. થોડા સમય પહેલા ખાતર નહીં હોવાનો કકળાટ હતો, હવે DAPમાં પથ્થર નીકળવાના કિસ્સામાં ખેડૂત લાલઘૂમ છે. ભાવનગર જિલ્લાના આ ગામના ખેડૂતને DAPમાં પથ્થર નીકળ્યા હોવાના આક્ષેપ કર્યા છે. ચાલો જોઈએ તંત્રએ શું કહ્યું...

ભાવનગર જિલ્લામાં DAP ખાતરની અછત વચ્ચે ખેડૂતોને હવે ખાતરમાં પથ્થર નીકળતા ખેડૂતમાં રોષ ફેલાયો છે. જિલ્લાના સિહોર તાલુકાના ગામડામાં બનેલા બનાવને લઈને ખેડૂતોમાં રોષ પણ છે.

ખાતરમાં પથરાં ભરી ખેડૂતને પધરાવ્યા (Etv BHARAT GUJARAT)

જિલ્લામાં સિહોરના ભડલી ગામના ખેડૂતનો કિસ્સો

ભડલી ગામના ખેડૂત ગોહિલ બળભદ્રસિંહ બાપાલાલસિંહે જણાવ્યું હતું કે હુ બે ત્રણ દિવસ પહેલા 21 તારીખે મેં ખાતર ડેપોમાંથી સિહોર ડેપોમાંથી મંગાવેલું, તેમાં વાવવા જતા ભાગ્યાની મને ફરિયાદ આવી કે આવો વાડીએ, આમાં કાંકરા નીકળ્યા છે, એટલે હું દોડીને વાડી આવ્યો, એટલે મેં જોયું તો પુષ્કળ કાંકરા નીકળ્યા, પાણીમાં અમે નાખી જોયું પણ ખાતર ઓગળ્યું નહીં, એટલે મેં પછી કીધું કે એને આ વાવતો નહીં, ભેળવેલું હતું એ વાવ્યું બાકીનું રહેવા દીધું, હું બે બરદાન લાવેલો.

ખાતરમાં પથરાં ભરી ખેડૂતને પધરાવ્યા
ખાતરમાં પથરાં ભરી ખેડૂતને પધરાવ્યા (Etv BHARAT GUJARAT)

વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે, એની પહેલા અગાઉ જ્યારે હું ચાર બારદાન લાવેલો ત્યારે મને અને લોકો એવું કીધું કે, તમારે નેનો બોટલ સાથે લેવી જ પડશે, નહીંતર તમને ડીએપી આપવામાં આવશે નહીં, તો અમારે મજબૂરીમાં લેવું પડે, એટલે પછી મોડું મળ્યું છે, ત્યારે વાવવાની સીઝન હતી નહીં ત્યારે ખાતર મળ્યું એને લેટ 15 દિવસે આવ્યું. છતાં અમને આવી રીતે ફોર્સ કરીને ખાતર સાથે બોટલ આપવામાં આવતી હતી. ખેડૂતોને એ લેવી પડે એટલે બોટલ લેતા અને અત્યારે બોટલ ના આપી તો એના બદલે આ ખાતરમાં એકલો કાંકરો જ આવ્યો છે, એટલે મેં કીધું આવું ખેડૂતને કાયમી માટે હોય છે અને માલમાં એવું મળતું નથી. ખેડૂતનું શોષણ કરવામાં આવે છે. એટલે અમે ફરિયાદ કરી છે કે, આનું એક નિવારણ પણ આવવું જોઈએ. સરકારને મારી વિનંતી છે કે આનું કંઈક પણ થવું જોઈએ. બધા ખેડૂતને આ રીતે હેરાનગતિ છે તો આનું કંઈક કરવું જોઈએ.

કાંકરા નીકળતા તંત્રએ શું કહ્યું

ખેતી નિયામક કચેરીના અધિકારી એસ બી વાઘમસીએ જણાવ્યું હતું કે, અમારે લેવલ સુધી હજી કોઈ ખેડૂતે ફરિયાદ કરેલી નથી પણ અમે સામેથી સિહોર પંથકમાં તપાસ કરી અને જીએસએફસી ડેપોમાંથી એક ખેડૂત ભાઈએ બે થેલી ડીએપી લઈ ગયેલા અને એમનો વીડિયો હોય એવું અમારા ધ્યાને આવેલું છે. જેથી અમે અમારા રજૂઆત આવે અથવા રજૂઆત ના આવે તો સામેથી તેમનો સંપર્ક કરી અને અમારા નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થાય છે, એ પ્રમાણે કરવા સૂચના આપેલી છે. એ ભડલી ગામના ખેડૂત છે એવું માધ્યમના મારફતે જાણવા મળે છે.

જિલ્લામાં DAP સહિતના ખાતરની સ્થિતિ

ખેતી નિયામક અધિકારી એસ બી વાઘમસીએ જણાવ્યું હતું કે, આપણે આજની સ્થિતિએ આપણા જિલ્લામાં જો જોઈએ તો યુરિયા 16,000 મેટ્રીક ટનની જરૂરિયાત સામે આપણા જિલ્લામાં 25,600 મેટ્રીક ટન ઉપલબ્ધ હતું અને આજની તારીખે 8,800 મેટ્રીક ટન જેટલો જથ્થો જુદા-જુદી સેન્ટર્સ ખાતે ઉપલબ્ધ છે, એ જ રીતે ડીએપી જોઈએ તો 5100 મેટ્રીક ટનની સામે 2 હજાર મેટ્રીક ટન જેવું આજની તારીખે ઉપલબ્ધ છે. તેવી રીતે NPK ખાતર જોઈએ તો 9600 મેટ્રીક ટન સામે 14000 મેટ્રીક ટન ઉપલબ્ધ થયેલું. જેમાં હાલ 3800 મેટ્રીક ટન આપણા જિલ્લામાં ઉપલબ્ધ છે.

  1. તાપી: બાજીપુરા ગામના બે બાળકો ગંગામાં સ્નાન કરતી વખતે ડૂબ્યા, પરિવારમાં શોકનો માહોલ
  2. સુરતમાં વિદેશ જતા કેમિકલની ચોરીનો મામલો, રુ. 39.75 લાખના જથ્થા સાથે બેની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.