ETV Bharat / state

ભાવનગરની ખાનગી જર્જરિત ઈમારતોને નોટિસ પાઠવતી મનપાની જ ઈમારતો જર્જરિત છે તેનું શું ? - Bhavnagar Dilapidated Buildings

ભાવનગર શહેરમાં ખાનગી જર્જરીત ઈમારતોના માલિકોને નોટિસો પાઠવવામાં આવી રહી છે. ખાનગી કરતા અત્યંત ભયંકર સ્થિતિમાં મહા નગર પાલિકા હસ્તકની ઈમારતો છે. કોઈ પણ સમયે દુર્ઘટના પણ થઈ શકે છે. આચારસંહિતના પગલે હવે અધિકારીઓ કશું કહેવા માંગતા નથી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Bhavnagar Dilapidated Buildings BMC Private Buildings Govt Buildings

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 30, 2024, 10:18 PM IST

Updated : Mar 31, 2024, 6:53 AM IST

ભાવનગરની ખાનગી જર્જરીત ઈમારોને નોટિસ
ભાવનગરની ખાનગી જર્જરીત ઈમારોને નોટિસ
ભાવનગરની ખાનગી જર્જરીત ઈમારોને નોટિસ

ભાવનગરઃ તાજેતરમાં ભાવનગર શહેરમાં માધવ હિલ અને દેવુબાગમાં પ્રમુખસ્વામી ફ્લેટની બાલકની પડવાના બે કિસ્સામાં મૃત્યુના બનાવો પણ બની ચૂક્યા છે. મહા નગર પાલિકા દ્વારા જર્જરીત ઇમારતોને નોટીસો પાઠવવામાં આવી છે, પરંતુ મનપાની જ કેટલી ઈમારતો જર્જરીત છે તેને લઈને શું કાર્યવાહી થઈ તે સામે આવ્યુ નથી. હવે અધિકારીઓએ આચારસંહિતાના પગલે કેમેરા સામે કશું કહેવાની પણ નૈનૈયો ભણી દીધો છે.

શહેરમાં બે કિસ્સા બાદ કઈ કાર્યવાહી થઈ?: ભાવનગર શહેરમાં માધવ હિલમાં બાલ્કની પડતા જે સમગ્ર બિલ્ડીંગને સીલ કરવામાં આવ્યું હતું તે જ રીતે હાલમાં પ્રમુખસ્વામી ફ્લેટની બાલકની પડતા એક વ્યક્તિના મૃત્યુ બાદ મહા નગર પાલિકાએ સમગ્ર બિલ્ડીંગને સીલ કરી દીધું છે. 32 જેટલા પરિવારોને મકાન ખાલી કરાવીને બિલ્ડીંગ સીલ કરાયું છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે હાલમાં 32 પરિવારો પોતાનું રહેણાંક છોડીને અન્ય વ્યવસ્થા કરવાની સમસ્યા ઊભી થઈ છે.

મનપાની જ ઈમારતો જર્જરીત
મનપાની જ ઈમારતો જર્જરીત

મનપાની ઈમારતો જર્જરીતઃ ભાવનગર શહેરમાં મહા નગર પાલિકાની જર્જરીત હોય તેવી અનેક ઇમારતો છે. શહેરનું મુખ્ય શાક માર્કેટ આશરે 70 વર્ષ જેટલી જૂનું છે. જે પણ જર્જરીત છે અને સમગ્ર શહેરની જનતા ત્યાં શાકભાજીની ખરીદી માટે પણ જાય છે. જ્યારે બીજી તરફ ઘોઘાગેટ ચોકમાં આવેલા મહિલા બાગની બહારની તરફના સમગ્ર શોપિંગ સેન્ટરની ઈમારત પણ જર્જરીત છે. 2 માળના શોપિંગ સેન્ટરમાં અઢળક દુકાનો આવેલી છે પરંતુ તેનું કોઈ પણ પ્રકારનું સમારકામ ન થયું હોવાનું દ્રશ્યમાન થાય છે તે પણ ક્યાંય મોટી જાનહાની સર્જે તેવી પરિસ્થિતિમાં છે.

મનપાની જ ઈમારતો જર્જરીત
મનપાની જ ઈમારતો જર્જરીત

આચારસંહિતાને પગલે અધિકારી મૌનઃ ભાવનગર શહેરમાં જર્જરીત ઈમારતને પગલે મહા નગર પાલિકાના કમિશનરે આચારસંહિતાને પગલે કશું કહેવાનો ઈનકાર કર્યો હતો. જો કે એસ્ટેટ વિભાગના અધિકારી સત્યપાલ સિંહ પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં 54 જેટલી બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે મનપાલિકાની ઈમારતોને લઈને શું કાર્યવાહી થઈ તે હાલમાં જાણી શકાય તેમ નથી. મતલબ કે આચારસંહિતાને પગલે હવે અધિકારીઓ કશું કહેવાનો ઈનકાર કરી રહ્યા છે. મહા નગર પાલિકા હસ્તકની ઈમારતોમાં કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન છે.

  1. Navsari Accident : નવસારીમાં ફરી એક રહેણાંક મકાનની બાલ્કની તુટી પડી, એક મહિલાનું દુઃખદ મોત
  2. Gujarat Farmer Society Office : સુરતમાં વર્ષોથી કાર્યરત ગુજરાત ખેડૂત સમાજની ઓફિસ ગણતરીની મિનિટમાં ધરાશાયી

Last Updated : Mar 31, 2024, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.