ભાવનગર: આધુનિક સમયમાં માનવતા શીખવે એ સૌથી મોટો ગ્રંથ માનવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ગીતા જ્ઞાનની શરૂઆત બાદ હિન્દુ મુસ્લિમ સમાજના બાળકો પણ ગીતાના શ્લોકમાંથી જીવનના મૂલ્યોને શીખી રહ્યા છે. મુસ્લિમ સમાજના દિકરા દીકરીઓ કુરાન અને ગીતા બંનેનું જ્ઞાન મેળવી રહ્યા છે. ભાવનગરના આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિશે. ચાલો જાણીએ.
મુસ્લિમ સમાજના બાળકોએ કુરાન ગીતા રજૂ કરી: ભાવનગરના ક્રેસંટ સર્કલમાં આવેલી નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની એવી સ્કૂલ નમ્બર 25માં હિન્દૂ મુસ્લિમ સમાજના બાળકો ગીતાના શ્લોકનું પઠન કરે છે. ETV BHARAT એ બાળકો સાથે વાતચીત કરી હતી.
વિદ્યાર્થીની ઇકરા સોરઠીયાએ જણાવ્યું હતું કે, 'હું મદરેસામાં પડવા જાઉં છું ત્યાં હું કુરાન શરીફ પડું છું અને સ્કૂલે આવીને હું શ્રીમદ્ ભગવત ગીતાના શ્લોક કરું છું, હું ધોરણ છમાં અભ્યાસ કરું છું. આ બન્નેમાંથી સારા માણસ બનવાની શીખ મળે છે.'
જોકે, ઇકરાએ પછીથી કુરાન શરીફની આયાત પણ બોલીને રજૂ કરી હતી.
ગીતામાંથી જીવનના મૂલ્યોનું શિક્ષણ મળે છે: એવી સ્કૂલના આચાર્ય હેતલબેન ઠાઠાગરે જણાવ્યું હતું કે, 'નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી શાળાના મુસ્લિમ બાળકો પણ શીખી રહ્યા છે, જે બાબતે અમને ગર્વ છે. અમારા બાળકો ધર્મગ્રંથો દ્વારા મૂલ્યો પ્રાપ્ત કરે છે અને એક સારા આદર્શ નાગરિક બનવાની દિશામાં આગળ વધી શકે છે.
મુર્દામાંથી મર્દ બનાવે,કંકરમાંથી શંકર અને ખુદમાંથી ખુદા: શિક્ષક સાગરભાઈ દવેએ જણાવ્યું હતું કે ભગવદગીતા છે આ સાર્વજનિક ગ્રંથ છે અને એટલા માટે ખરેખર આ ગ્રંથોનું કારણ છે એક શ્રેષ્ઠ મૂલ્યનું માણસની અંદર નિર્માણ થાય અને ખરા અર્થમાં હવે તો જે નવી શિક્ષણનીતિ આવી છે. એનાથી નેશનલ એજ્યુકેશન પોલીસી એની અંદર મૂલ્યની વાત કરી છે. એની અંદર હેતુની વાત કરી છે. એની અંદર ક્ષમતાની, એટલે કે વિદ્યાર્થીમાં કોમ્પીટંસી ડેવલોપમેન્ટ થાય.એની અંદર નોલેજ ક્રિએશન થાય જ્ઞાનનું સર્જન થાય અને આ બધાનું જે મેળવણ છે ભગવદ્ ગીતાના શ્લોકો દ્વારા વિદ્યાર્થીમાં મળશે.
ભગવત ગીતાનો પાંચમો અધ્યાય જે કર્મ સન્યાસ: શાળાના શિક્ષક અને કથાકાર સાગર દવેએ વધુમાં જણાવ્યું હતું કે, 'એક નાની વાત કરું કે, ખાસ કરીને ભાષા શિક્ષણ છે તો ભાષા શિક્ષણમાં અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેનો સેલ્ફ કોન્ફિડન્સ ડેવલોપ નથી થઈ શકતો. અઘરામાં અઘરો શ્લોક જેમાં વારંવાર વ્યંજનાંક વર્ણનો ઉપયોગ થાય છે, તો આ બધા વિદ્યાર્થીઓ ભગવત ગીતાનો પાંચમો અધ્યાય જે કર્મ સન્યાસ છે. આની અંદર એવો શ્લોક છે એ બોલીને ટંગ એક્સરસાઇઝ થઈ જાય છે. આ શ્લોક છે, प्रलपन विश्रुजन गृहंन नूंन मिशन निमिशन्ति, पश्येन श्रृंणवन स्पृषेण जिघ्रंन नशनन गच्छेन स्पशेंन शशन ।
વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, 'વિચાર કરો આ શ્લોક બોલવામાં જીભની કસરત થઈ ગઈ, મન ઉપર કેટલી પ્રેક્ટિસ થશે અને ખરા અર્થમાં જે શિક્ષણને જોઈએ છે મૂલ્ય, જે શિક્ષણને જોઈએ છે જ્ઞાન, શિક્ષણને જોઈએ છે કોમ્પીટનસી, શિક્ષણને જોઈએ છે આત્મવિશ્વાસ, કે મુર્દામાંથી મર્દ, કંકરમાંથી શંકર અને ખુદમાંથી ખુદા બનીને સહજ રીતે પ્રગટ થશે.'
નોંધ: આ સ્ટોરી તેમજ વિડીયોમાં દર્શાવવામાં આવેલ માહિતી જેતે વ્યક્તિના અંગત વિચારો છે, ETV BHARAT આ બાબતે કોઈ પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો: