ભરુચ : ભરૂચ જિલ્લામાંથી દાયકાઓથી હવાલકાંડ અને ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના કૌભાંડ સમયાંતરે સામે આવતા રહ્યા છે. આગામી ચૂંટણીને લઈ પોલીસ વિભાગ તમામ સંદિગ્ધ અને ગેરકાનૂની ગતિવિધિઓ પર વોચ રાખી રહ્યું છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેકટર આંનદ ચૌધરીને મળેલી માહિતીના આધારે તેઓએ ટીમ સાથે શહેરના મહંમદપુરામાં દરોડો પાડ્યો હતો. વલિકા શોપિંગમાં ભરૂચ ફોરેક્ષ નામની દુકાનનો મનુબર ગ્રીન પાર્કમાં રહેતો સંચાલક મોહમદ તલહા ઇબ્રાહિમ પટેલ ગેરકાયદે એક્સચેન્જમાં ઝડપાઇ ગયો હતો.
ભરૂચના મહમંદપૂરા વિસ્તાર તેમજ પાલેજ રીક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈ ક્રોસ કોમ્પ્લેક્ક્ષમાં આવેલ એક્ષપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારીયા ગામના રહેવાસી મહંમદ આરીફ નામનો ઈસમ ગેરકાયદે વિદેશી નાણું એક્ષચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોવાની બાતમીના આધારે એસ, ઓ, જી દ્વારા તપાસ કરવામાં આવી હતી. મામાલે મહમ્મદ આરીફ યુનુસ ભાઇ પટેલની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરની થોકડીઓ તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ 17 લાખ 79 હજાર 372 નૉ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યાં હતાં.જેનોે કોઈ સંતોષકારક જવાબ ન આપતાં બંને ઈસમોની ધરપકડ કરી કુલ 56 લાખ ઉપરાંતનૉ મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..ચિરાગ દેસાઈ ( ડીવાયએસપી, ભરૂચ )
ગેરકાયદે એક્સચેન્જ નેટવર્ક ખુલ્લું પડ્યું : દુકાનમાંથી 500 ના દરના બંડલો સાથે વિવિધ દેશોની કરન્સી સાથે 8 આધારકાર્ડ, 4 ચૂંટનીકાર્ડ બે ડ્રાઇવિંગ લાયન્સ, મોબાઈલ મળી રૂપિયા 38.43 લાખ મળી આવ્યા હતા.જ્યારે બીજા દરોડામાં પાલેજ રીક્ષા સ્ટેન્ડ સામે હાઈક્રોસ કોમ્પ્લેક્ષમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના સંચાલક ટંકારીયા આરીફ યુનુસ પટેલને ત્યાંથી પણ ગેરકાયદે એક્સચેન્જ નેટવર્ક ખુલ્લું પડ્યું હતું.
ઈડીને જાણ કરાશે : જ્યાંથી 500 ના દરની નોટો સાથે વિદેશી કરન્સી મળી આવી હતી. SoG એ ₹ 500 ના 74 બંડલ, સાઉથ આફ્રિકન કરન્સી 33950 રેન્ડ, 4530 US ડોલર, 240 કેનેડિયન ડોલર, 301 સાઉદી રીયાલ, 19580 પાઉન્ડ મળી રૂપિયા 56.22 લાખ કબ્જે કરવા સાથે SOG પોલીસ મથકે SDPO ચિરાગ દેસાઈએ વધુ માહિતી આપી હતી. જેમાં જણાવાયું હતું કે હવાલકાંડની પણ તપાસ સાથે ઇન્કમટેક્ષ અને ED ને પણ જાણ કરવામાં આવનાર છે. આ નાણાં ક્યાંથી લાવ્યા હતા, કોને પહોચાડવાના હતા અને ક્યાં કામે ઉપયોગમાં લેવાના હતા તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.