ETV Bharat / state

ભારતીય કિસાન સંઘની માંગણી: "અતિવૃષ્ટિને કારણે પાક નુકસાન સામે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર આપો" - Demand of Bharatiya Kisan Sangh - DEMAND OF BHARATIYA KISAN SANGH

તાજેતરમાં રાજ્યમાં મુસળધાર વરસાદ પડ્યો છે. પરિણામે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ખેતીના ઉભા પાકને નુકસાન થયું છે. ખેતીના પાકને થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સહાય કરવાની ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે કરી છે. આ સહાયમાં નાના અને સીમાંત ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે ખાસ કાળજી રાખવા માંગણી કરી છે. Demand of Bharatiya Kisan Sangh

ભારતીય કિસાન સંઘની માંગણી
ભારતીય કિસાન સંઘની માંગણી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2024, 4:52 PM IST

ગાંધીનગર: ભારતીય કિસાન સંઘના મહામંત્રી રમેશ પટેલે આ અંગે જણાવ્યું કે, ધોધમાર વરસાદને કારણે મોટાભાગના પાકોને નુકસાન થયું છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર અને પાટણ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં ખૂબ જ વરસાદ પડ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે સર્વે માટે આદેશ આપ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સર્વેને કામગીરી ધીમી ચાલી રહી છે. તાત્કાલિક યુદ્ધના ધોરણે સર્વે થાય તેવી કિસાન સંઘે માંગણી કરી છે. કોઈપણ ખેડૂત સહાયથી વંચિત ન રહે તે રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી સરકારે સર્વે કરવો જોઈએ. સર્વેમાં શાકભાજીના કેટલાક પાકોનો સમાવેશ કરાયો ન હોવાનો ફરિયાદો કિસાન સંઘ સુધી આવી છે. બાગાયતી પાક અને શાકભાજીને ખેતી કરતા ખેડૂતોનો પણ સર્વેમાં સમાવેશ કરવો જોઈએ.

અતિવૃષ્ટિને કારણે પાક નુકસાન સામે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર આપવું (Etv Bharat Gujarat)

ખેડૂત ધિરાણની મર્યાદા ત્રણ લાગતી વધારીને 7 લાખ કરો: રમેશ પટેલે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને ત્રણ લાખ સુધીનું ધિરાણ ઝીરો ટકા વ્યાજે પૂરું પાડવું જોઈએ. સરકારે પાંચથી સાત લાખ રૂપિયા સુધીનું ધિરાણ ખેડૂતને મળે તેવી જોગવાઈ કરવાની ભારતીય કિસાન સંઘએ માંગણી કરી છે. વધુ વરસાદને કારણે જમીનનું ધોવાણ થયું છે આથી જમીન ધોવાણ થયું હોય તેવા ખેડૂતોને પણ વળતર ચૂકવવું જોઈએ.

ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણ આવ્યું: ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણનો જથ્થો વેચાણ માટે આવ્યો છે. આ ચાઈનીઝ લસણના લાભા લાભો અંગે કોઈ પણ પ્રકારની તપાસ કરાવી નથી. માનવજાત પર ચાઈનીઝ લસણની શું અસર થશે તેની તપાસ કરવી તેમજ અયોગ્ય જણાય તો તેનું વેચાણ અટકાવવું જોઈએ. બિયારણ ક્યાંથી આવ્યું અને તેની કેવી રીતે વાવણી થઈ તેની તપાસ થવી જોઈએ. કપાસમાં આવતા જીએમ પાકોને આડઅસર દેખાવા માંડે છે. થોડા વરસાદમાં પણ કપાસનો પાક ઊભો સુકાઈ જવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. બધા જ પ્રકારના વાતાવરણમાં ઉછેર થાય તેવા બીજ ખેડૂતોને આપવા જોઈએ. જેથી કરીને ખેડૂતોએ નુકસાની વેચવાનો વારો ન આવે.

ખોરાક ખેડૂતો જ પકવી શકશે: રાજ્યમાં પડેલો પુષ્કળ વરસાદ આગામી સિઝન માટે લાભકારક છે, પરંતુ ચાલુ સિઝનમાં ખેડૂતને નુકસાન થયું છે. દરેક પાકમાં ખેડૂતનો નફો માત્ર 15 થી 20 ટકા હોય છે. ખેડૂતનો ખર્ચ ખૂબ જ વધુ હોય છે એક પાક નુકસાન થવાથી ખેડૂત પાંચ સાત વર્ષ પાછળ ધકેલાઈ જાય છે. ખોરાક ખેડૂતો જ પકવી શકશે, પરંતુ ખેડૂતો ખેતી છોડી રહ્યા છે પરિણામે ગામડાઓ તૂટી રહ્યા છે.

સરકારે જે પંચતત્વોનું બેલેન્સ કરવા માટે પ્રયાસો કરવા જોઈએ: વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે. પર્યાવરણીય પરિવર્તનો આવી રહ્યા છે. તેથી ખેતી મોંઘી થઈ રહી છે. પંચ તત્વોમાં અનબેલેન્સને કારણે કેટલીક જગ્યાએ એકાએક ખૂબ વરસાદ પડે છે. તો કેટલીક જગ્યાએ સાધારણ વરસાદ પણ પડતો નથી. તેથી સરકારે જે પંચતત્વોનું બેલેન્સ કરવા માટે પ્રયાસો કરવા જોઈએ.

પાણી નિકાલના કુદરતી વહેણ બંધ: માનવ સર્જિત વિકાસને કારણે પાણી નિકાલના કુદરતી વહેણ બંધ થઈ ગયા છે. કુદરતી વહેણમાં પાકા મકાનો અને બાંધકામને કારણે પાણી ભરાવાની સમસ્યાઓ ઠેર ઠેર સર્જાય છે. સરકારે તાત્કાલિક મન મોટું રાખીને પાક નુકસાન અંગે સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ.

ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ: એરંડા, કપાસ, મગફળી, તલ સહિતના પાકોને નુકસાન થયું છે. ભૂતકાળમાં બે ત્રણ દિવસ વરસાદ બાદ સૂર્યપ્રકાશ આવતો હતો. તેથી પાકોનો વિકાસ સારો થતો હતો. છેલ્લા 15-20 દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. લાંબો સમય સુધી પાકને સૂર્યપ્રકાશ ન મળતા તે સુકાઈ રહ્યા છે. રાસાયણિક ખાતરને બદલે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ.

આ પણ વાંચો:

  1. લોલીપોપમાંથી નિર્મિત "ચોકલેટી ગણપતિ" : 14 વર્ષથી વેરાવળના યુવક મંડળ દ્વારા અનોખું આયોજન - Ganeshotsav 2024
  2. ઉપલેટાને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ, કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કૃષિ મંત્રીને લેખિત આવેદન પત્ર પાઠવ્યું - rajkot news

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.