ETV Bharat / state

ભચાઉ સેશન્સ કોર્ટે નીતા વશરામ ચૌધરીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આપેલા જામીન કર્યા રદ - CID CRIME COP NEETA CHAUDHARY - CID CRIME COP NEETA CHAUDHARY

કચ્છ સહિત રાજ્યના પોલીસ બેડામાં ચકચાર જગાવનારા કેસમાં સેશન્સ કોર્ટે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ઝાટકો આપ્યો છે. ભચાઉની નીચલી અદાલતે હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં સીઆઈડી ક્રાઇમની પૂર્વ કોન્સ્ટેબલને જામીન આપ્યા હતા. તે જામીન આજે ભચાઉની સેશન્સ અદાલતે ફગાવીને ફરી તેને ધરપકડ કરવા માટેનો નિર્દેશ આપ્યો છે.,Bhachau Sessions Court canceled the bail of Nita Washram Chaudhary

ભચાઉ સેશન્સ કોર્ટે નીતા વશરામ ચૌધરીના જામીન કર્યા રદ
ભચાઉ સેશન્સ કોર્ટે નીતા વશરામ ચૌધરીના જામીન કર્યા રદ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 9, 2024, 6:15 PM IST

ભચાઉ સેશન્સ કોર્ટે નીતા વશરામ ચૌધરીના જામીન કર્યા રદ (ETV Bharat Gujarat)

કચ્છ: ગત અઠવાડિયે ભચાઉ પોલીસ અને એલસીબીની ટીમ 16 ગુનામાં લીસ્ટેડ બુટલેગર નાની ચીરઇના યુવરાજસિંહ જાડેજાને પકડવા માટે નાઈટ પેટ્રોલિગમાં હતી. ત્યારે બાતમીના આધારે તેની ગાડીને રોકી ધરપકડ માટેનો પ્રયાસ કરાયો હતો.એ દરમિયાન બુટલેગરે પોલીસ કર્મચારી પર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પીએસઆઇએ સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં ગાડીનો દરવાજો ખોલી આરોપીને બહાર કઢાવ્યો ત્યારે તેની સાથે ડ્રાઇવર સીટની બાજુમા પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી હેડ કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી મળી આવી હતી. આ ગાડીમાંથી દારૂ, બિયર મળી આવ્યા હતા. જેથી બુટલેગર અને કોન્સ્ટેબલ સામે હત્યાના પ્રયાસ અને પ્રોહીબિશનનો અલગ અલગ ગુનો દાખલ કરાયો હતો.

મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી
મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી (ETV Bharat Gujarat)

ઘટનાની ચર્ચા રાજ્યભરમાં: આ કોન્સ્ટેબલ નીતા ચૌધરી રીલ્સ બનાવવાના કારણે પણ વધારે જાણીતી બની હતી. પોલીસ કર્મચારી હોવા છતાં બુટલેગરને સાથ આપ્યો તેમજ ગાડીમાં દારૂની હેરાફેરી કરી પીએસઆઇ પર ગાડી ચડાવી દેવાઇ તેમ છતાં આરોપી સામેથી પકડાયો નહીં તે સહિતના ગંભીર ગુનામાં સંડોવણી હોવાના કારણે આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

જામીન રદ કરવા સેશન્સ કોર્ટમાં અપીલ: મહિલા પોલીસ કર્મચારીને હત્યાના પ્રયાસના ગુનામાં નીચલી અદાલતે તેના રિમાન્ડની માંગણી ફગાવી દીધા બાદ બીજા દિવસે તેને જામીન આપ્યા હતા. જેથી પોલીસ કર્મચારીઓ અને વકીલ આલમમાં દોડધામ મચી ગઈ હતી. અને પોલીસ દ્વારા આ જામીન રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેની આજે મંગળવારે ભચાઉની સેશન્સ અદાલતમાં સુનાવણી યોજવામાં આવી હતી.

મહિલા પોલીસ કર્મચારીની ધરપકડ કરવા આદેશ: સરકાર પક્ષે એવી દલીલ કરવામાં આવી કે નીતા વશરામ ચૌધરી એક પોલીસ કર્મચારી હોવા છતાં તેણે બુટલેગરને સાથ આપ્યો છે. તેમજ થારકારમાંથી શરાબ મળી આવતા ભૂમિકા પણ શંકાસ્પદ છે. ગંભીર ગુનો તેમજ સોસાયટીનું મોરલ ડાઉન થાય તે પ્રમાણનો બનાવ હોવાથી આ કિસ્સામાં ધાક બેસાડતી કાર્યવાહી કરવી જરૂરી બની રહે છે. જેથી સેશન્સ અદાલતે બંને પક્ષની દલીલોને સાંભળીને નીતા વશરામ ચૌધરીના જામીન રદ કર્યા હતા. તેમજ પોલીસને લેડી કોન્સ્ટેબલની ધરપકડ કરવા માટે આદેશ આપ્યો હતો. જેથી હવે તેની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવશે.

  1. ચકચારી દારૂબંધી કેસમાં મહિલા પોલીસ કર્મચારી અને બુટલેગરના 2 દિવસના રિમાન્ડ મંજૂર - CID CRIME COP NEETA CHAUDHARY

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.