અમદાવાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ઘાટલોડિયામાં મતદાન કર્યું હતું. જય શાહએ ઘાટલોડિયા મતદાનમથક પર મતદાન આપવા આપેલા લોકો સાથે વાતચીત કરી હતી.
ETV ભારતે મતદાન મથક પર મત આપવા મતદારો સાથે વાતચીત કરી હતી. જેમાં મતદારોએ લોકશાહીમાં એક મતનું મુલ્ય કેટલું છે તેને લઈને ETV ભારત સાથે વાતચીત કરી હતી. જેમાં મતદારોએ જણાવ્યું હતું કે મત આપવો એ આપણો અધિકાર છે. દેશનો વિકાસ, યુવાનોનો વિકાસ, મહિલાના વિકાસ, સુરક્ષાને ધ્યાનમાં રાખીને મત આપવો જરૂરી છે.
સરકાર દ્વારા મતદાન માટે સિનિયર સિટિઝન માટે પણ સારી સુવિધા તથા વ્હીલચેરની સગવડ ઉભી કરવામાં આવી છે. આ સગવડને બિરદાવતાં સિનિયર સિટિઝનોએ કહ્યું કે જે સરકાર ગરીબો, સિનિયર સિટિઝનોનું સારું કરે તેને અમે વોટ આપીશું. દરેકે અચૂકથી મત આપવો જોઈએ.
આ સાથે એક યુવા કિંજલ પટેલે જણાવ્યું કે દેશની પ્રગતિ માટે, કાયદા કાનૂન માટે મત આપવો ખૂબ જ જરુરી છે. એક સારો નેતા ચૂંટાવો ખૂબ જ જરુરી છે. મોંઘવારી હાલ વધી ગઈ છે. જેની અસર મહિલાઓેને પડી રહી છે પરંતુ સાથે તે કામ કરતી થઈ છે. એક મહિલા પગભર બને તે ખૂબ જ જરૂરી છે.
લોકસભા ચૂંટણી 2024: PM મોદી, અમિત શાહ સહિતના દિગ્ગજોએ કર્યુ મતદાન - lok sabha election 2024