ETV Bharat / state

રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતું લાખોનું ડ્રગ્સ બનાસકાંઠા પોલીસે ઝડપ્યું, બે આરોપીની અટકાયત - hashish seized from Banaskantha - HASHISH SEIZED FROM BANASKANTHA

ગુજરાતમાં પ્રતિબંધિત હોવા છતાં અવાર-નવાર દારૂ અને માદક પદાર્થ ઝડપાતો રહે છે, ત્યારે જાણે કે, હવે ચરસ, ગાંજો, ડ્રગ્સ વગેરે જેવા અતિ માદક પદાર્થ ઝડપાઈ રહ્યો હોવાનું પણ સામાન્ય થતું જાય છે, તાજેતરમાં જ કચ્છથી લઈને સુરત અને વલસાડમાંથી બિનવારસી ચરસના પકેટ મળ્યા છે, ત્યાં હવે બનાસકાંઠામાંથી પણ લાખોની કિંમતનું ચરસ ઝડપાયું છે. જાણો સમાચાર વિસ્તારથી.. hashish seized

12 લાખથી વધુના ચરસ સાથે 2 શખ્સની અટકાયત
12 લાખથી વધુના ચરસ સાથે 2 શખ્સની અટકાયત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 17, 2024, 8:26 AM IST

Updated : Aug 17, 2024, 8:49 AM IST

12 લાખથી વધુના ચરસ સાથે 2 શખ્સની અટકાયત (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: રાજ્યમાં માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત છે, જે ક્રમમાં કચ્છ, વલસાડ બાદ હવે બનાસકાંઠા ચર્ચામાં આવ્યું છે. બનાસકાંઠા પોલીસે નશા યુક્ત પદાર્થના હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને 12 લાખથી વધુની કિંમતનું ચરસ ઝડપી પાડ્યું છે. આ ચરસ રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવાનું હતું.જોકે ગુજરાતની બોર્ડર પર ચરસ પહોંચતા જ પોલીસે આ ચારસ ઝડપીને નશાના સૌદાગરોનો ખેલ ઉંધો પાડી દીધો. પોલીસે ચરસની હેરાફેરી કરનારા બે આરોપીઓની પણ અટકાયત કરી દીધી છે.

બનાસકાંઠા એસઓજીને બાતમી મળી હતી કે, ગુજરાતમાં ચરસ ઘુસાડવામાં આવી રહ્યું છે. જોકે ચરસ લઈને થાવર બોર્ડર પર પહોંચેલી એક રીક્ષાની તપાસ કરતા તેમાંથી ૧૨ લાખ ૮૪,૪૫૦ રૂપિયાની કિંમતનુ ચરસ મળી આવ્યું હતું. બનાસકાંઠા એસઓજીએ કુલ ૧૫ લાખ ૪૭,૭૬૦ નો મુદ્દામાલ પણ કબજે કરી લીધો છે. બનાસકાંઠા એસઓજીની ટીમે ચરસ સાથે બે આરોપીઓની પણ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી દીધી છે. જો કે હાલ પ્રાથમિક કે તપાસમાં આ ચરસ રાજસ્થાન તરફથી ડીસા બાજુ લઈ જવાતું હોવાનું સામે આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે, રાજસ્થાન બોર્ડરના વિસ્તારોમાં ડ્રગ્સનુ પ્રમાણ વધતા હવે પોલીસ પણ એકશનમાં આવી છે, અને સતત પેટ્રોલિંગ દરમિયાન આ પ્રકારના નશાયુક્ત પર્દાથ ઝડપી લેવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક મોટી માત્રામાં લાખોની કિંમતનું ચરસ છે. હાલ તો બનાસકાંઠા એસઓજી દ્વારા ઝડપી પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે ગુનો નોધી તપાસ આરંભી છે.

  1. સુરતના હજીરા દરિયા કિનારે બીજી વાર અફઘાની ચરસનો જથ્થો મળ્યો, કિંમત 4 કરોડથી પણ વધુ - Afghani Charas seized
  2. ચરસ શોધવા સુરત પોલીસ લાગી દરિયા કિનારો ફેંદવા, બિનવારસી ચરસનો જથ્થો મળ્યા બાદ વધારી સક્રિયતા - Surat police Searching for charas

Last Updated : Aug 17, 2024, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.